રાજકોટ રેલ્વે ડિવિઝનને મળેલી અનોખી સફળતા
માર્ચથી સપ્ટેમ્બર સુધી પાર્સલ ટ્રેનમાં રવાના કરવામાં આવેલી સામગ્રીથી રૂ.૨.૦૧ કરોડની ડિવિઝનને આવક
પશ્ચિમ રેલ્વેના મુખ્ય ઝોનલ કાર્યાલય અને તમામ ડીવીઝનોમાં બીઝનેશ ડેવલોપમેન્ટ યુનિટ અંતર્ગત માલની હેર ફેર માટેના ગ્રાહકોને આકર્ષિત કરવાની પ્રશંસનિય કામગીરી કરી રહ્યુ છે ત્યારે રાજકોટ ડીવીઝનની બી.ડી.યુ.એ તેના નિરંતર પ્રયાસોની એક નવી પહેલ કરી હતી. જે મુજબ ગઇકાલે પોરબંદર શાલીમાર પાર્સલ સ્પે. ટ્રેનમાં રાજકોટ સ્ટેશનથી પશ્ર્વિમ બંગાળ માટેની એક ટ્રીપમાં ૮૪,૧૪૦ કીલો આવશ્યક સામગ્ર મોકલવામાં આવી જે અત્યાર સુધીનો મોટો જથ્થો છે.
આ ટ્રેનમાં રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર સ્ટેશનની કુલ ૯૮,૭૧૭ કીલો સામગ્રી ભરવામાં આવી હતી જેનાથી રાજકોટ ડીવીઝનને રૂ.૫.૪૭ લાખની આવક થઇ હોવાનું જણાવાયું છે. રાજકોટ ડીવીઝનના વાણીજય મેનેજર અભિનવ જેફના જણાવ્યા અનુસાર ૨૩ માર્ચથી ગઇકાલ સુધી રાજકોટ ડીવીઝન દ્વારા ૧૫૮ પાર્સલ સ્પે. ટ્રેનના માધ્યમથી ૪.૩૭૬ ટન માલ મોકલવામાં આવ્યો હતો. જેથી ૨.૦૧ કરોડ રૂપિયાની આવક થઇ હોવાનું પણ અંતમાં જણાવ્યું હતું.