એક જમાનો હતો કે, લોકો ખાનગી હોસ્પિટલમાં જવાનો આગ્રહ રાખતા હતા, હવે સરકારી કોવિડ સેન્ટરમાં ખાટલા ન હોય તો વેકલ્પિક રીતે લોકો ખાનગી દવાખાને જાય છે
ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના મહામારી અને રોગચાળાના માહોલમાં વેદવટુ પુરબહારમાં ખીલી રહ્યું છે ત્યારે અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોના આગ્રહ રાખનારા હવે સરકારી હોસ્પિટલો પસંદ કરતા થવા હોવાનો વ્યાપક માહોલ ઉભો થયો છે. આસામના આરોગ્ય મંત્રી હિંમત બીસ્વા શર્માએ સોમવારે સરકારી હોસ્પિટલોના વધતા જતા વિશ્ર્વાસ અંગે એક વાત કરી જણાવ્યું હતું કે, લોકો હવે ખાનગી હોસ્પિટલોના બદલે જીવન બચાવવા માટે સરકારી હોસ્પિટલોનો વિશ્વાસ કરતા થયા છે.
ગુવાહાટીમાં નર્સોને પદવીદાન એનાયત કરવાના કાર્યક્રમના સંબોધનમાં હિંમત બીસ્વા શર્માએ જણાવ્યું હતું કે, હું આરોગ્ય વિભાગ સાથે ૨૦૦૬થી જોડાયેલું છે. પ્રથમ વર્ષથી જ હું આ ક્ષેત્રમાં ધ્યાન આપી રહ્યો છું, ૧૪ વર્ષમાં મેં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. અમે સમજીએ છીએ કે, આઈસીયુમાં કેમ કામ કરી શકાય, કેવી રીતે સ્ટાફની નિમણૂંકો થાય છે. તેમણે જણાવ્યું કે, કોવિડ-૧૯ મહામારીએ એક વસ્તુમાં મોટું પરિવર્તન કર્યું છે. મારૂ સપનું હતું કે, ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની રચના થાય અને ખાનગી નર્સીંગ હોમ અને લોકો અમને બોલાવતા થાય અને લોકો સરકારી હોસ્પિટલોમાં આવતા થાય. હું જ્યારે ૨૦૦૬માં આરોગ્ય મંત્રી બન્યો ત્યારે સપનું જોયું હતું કે, લોકો સરકારી હોસ્પિટલો પર વિશ્વાસ મુકતા થાય. હિંમત શર્માએ કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આસામમાં ચૂંટણી પૂર્વે એક વર્ષ પહેલા ભાજપના જોડાયા હતા અને આસામમાં ભાજપનો વિજય થયો હતો.
શર્માએ જણાવ્યું હતું કે, ૨૦૦૮-૦૯ મેં કહ્યું હતું અને ફરીથી કહું છું કે, કોવિડ-૧૯માં લોકો સરકારી હોસ્પિટલમાં આવતા થયા છે. કેટલાક લોકો વ્યવસ્થા, ખોરાક અને નબળી સારવારની ફરિયાદ કરે છે અને લોકો ઘરમાં કવોરન્ટાઈન થાય છે. પરંતુ છેલ્લા ૪૫ દિવસથી હું મારા પરિવારજનોને સરકારી હોસ્પિટલમાં જવાનું કહું છું. મેં એક દંપતિને નર્સીંગ હોમમાં જવાનું કીધુ હતું. હવે તે લોકો સરકારી હોસ્પિટલમાં વિશ્વાસ કરતા થયા છે. ૨૦૦૬માં મેં જોયેલું સપનું છેલ્લા એક મહિનામાં પૂરું થતું દેખાય છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના દર્દીઓની પ્રથમ પસંદગી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલની હોય છે જ્યારે ત્યાં ખાટલાની વ્યવસ્થા ન હોય તો ખાનગી હોસ્પિટલમાં જાય છે. લોકો હવે સમજી ગયા છે કે, સરકારી તંત્ર જે રીતે કામ કરે છે તેની તોલે કોઈ નહીં આવે.