રાજકોટ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે મહાનગરપાલિકાની સેવાઓ લગત જાહેર જનતા તરફથી અનેકવિધ ફરિયાદો તંત્રને પ્રાપ્ત થઇ હતી. સ્વાભાવિક છે કે, આવી પરિસ્થિતિમાં ફરિયાદોનું પ્રમાણ સામાન્ય દિવસોની સરખામણીમાં વધુ જ હોય. અલબત્ત મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ વરસતા વરસાદે અને વરસાદ થંભી ગયા બાદ અલગ અલગ શાખાઓ લગત લોકોની ફરિયાદોના નિકાલ માટે પુરી તાકાત કામે લગાવી ઝુંબેશના રૂપમાં કામગીરી હાથ ધરેલ હતી. તા.૧૪-૭-૨૦૧૭ થી તા.૨-૭-૨૦૧૭ના સમયગાળા દરમ્યાન મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં જુદા જુદા પ્રકારની કુલ ૧૩,૪૬૯ ફરિયાદો નોંધાઈ હતી. જે પૈકી ૮૫ ટકા ફરિયાદોનો નિકાલ કરી નાંખવામાં આવેલ છે. પેન્ડીંગ રહેલી ૨,૧૭૩ ફરિયાદોનો પણ શક્ય તેટલી ઝડપે નિકાલ કરવા તંત્ર ફિલ્ડ વર્કમાં સક્રિય છે. સાથોસાથ સંબંધિત શાખાઓના અધિકારીઓને પણ નાગરિકોની ફરિયાદોના નિકાલની કામગીરીને ટોચની અગ્રતા આપવા સૂચના આપવામાં આવેલ છે તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. કેટલીક ફરિયાદો ઉપર એક હર કરીએ તો, ઝાડ કાપવા અંગેની ૨૩ પૈકી ૪ અને ઝાડ પડવા અંગેની ૪૧ પૈકી બાકીરહેલી પાંચ ફરિયાદોનો નિકાલ કરવામાં આવી રહયો છે. દરમ્યાન રોડ પર સુએઝ વોટર વિશે મળેલી ૨૩ પૈકી ૬ ફરિયાદો, ડીમોલીશન વેસ્ટ ઉપાડવા વિશે ૧૩ પૈકી ૩, ડી.ડી.ટી. છંટકાવ કરવા ૪૭ પૈકી ૧૧, કચરાપેટી નહી ઉપડવા અને સાફ નહી થવા વિશેની ૧૦ પૈકી ૩ ફરિયાદો, મેનહોલ સંબંધી ૪૩ ફરિયાદો પૈકી ૮, કચરો નહી ઉપડવા વિશે ૨૨૨ પૈકી ૪, ઓપન ગટર સાફ નહી થવા અંગે ૮ પૈકી ૨, ઓપન પ્લોટની સફાઈ અંગે ૪૩ પૈકી ૯, જાહેર ટોઇલેટ અને યુરીનલની સફાઈ અંગે ૧૩ પૈકી ૨, અને સફાઈ નહી થવા અંગેની ૧૨૩ પૈકી બાકી રહેલી ૨૬ ફરિયાદોનો નિકાલ કરવામાં આવી રહયો છે. દરમ્યાન પીવા પાણીની પાઈપલાઈન લીકેજ થવા વિશે ૧૯૪ ફરિયાદો પ્રાપ્ત થઇ હતી જેમાંથી અત્યારે પેન્ડિંગ રહેલી ૨૫ ફરિયાદોનો પણ તત્કાલ નિકાલ કરવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.
- યુક્તિ રાંદેરિયાનો વ્હાઇટ વનપીસમાં elegant look
- PM મોદીની અધ્યક્ષતામાં હાઈલેવલ મિટિંગ : આગામી રણનીતિને લઇ કરાઈ ચર્ચા !
- વડોદરામાં હીટ એન્ડ રનની ઘટના….
- રાજકોટ: વિદ્યાનગર મેઈન રોડ પર ફર્નીચરની દુકાનમાં આગ
- Osamu Suzuki ને પદ્મ વિભૂષણના અવોર્ડથી સન્માનિત કરાયા…
- કિશોરી પર બે વાર દુ*ષ્ક*ર્મ આચરનાર નરાધમ ‘મામા’ ઝડપાયો
- કેરીના બગીચાઓ રોગના ભરડામાં: પાક નિષ્ફળ જતા ખેડૂતો-કોન્ટ્રાક્ટરો બેહાલ!!