NDMAના નામે લોકડાઉનની જાહેરાત કરતાં સમાચાર ખોટા ઠર્યા
કોરોના કાળના શરૂઆતી તબકકામાં કોરોના સંક્રમણને ડામવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન અમલી બનાવાયું હતું જેના કારણે અંશત: કોરોના પર અંકુશ મેળવી શકાયો હતો. લોકડાઉનને કારણે દેશની આર્થિક પરિસ્થિતિને નકારાત્મક અસર થતા તબકકાવાર અનલોક સ્વરૂપે છુટછાટ આપવામાં આવી હતી. જેથી ઉધોગ-ધંધા શરૂ થયા હતા. લોકો એકબીજાના સંપર્કમાં આવતા કોરોનાનો વ્યાપ વઘ્યો છે. દિન-પ્રતિદિન કોરોનાનો કાળો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત આંકડાકિય માહિતી મુજબ હાલ સુધીમાં ભારતમાં ૪૯.૨૬ લાખ કોરોના સંક્રમિતો નોંધાઈ ચુકયા છે જે સરકાર તેમજ તંત્ર માટે પડકારજનક બન્યું છે. કોરોનાના વધતા સંક્રમણને ડામવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ ભારત સરકાર, વડાપ્રધાન કાર્યાલય અને ગૃહ વિભાગને ફરીવાર ૨૫ સપ્ટેમ્બરથી ૪૬ દિવસ સુધી લોકડાઉન અમલી બનાવવા દરખાસ્ત કરી છે.
સરકારી સુત્રોમાંથી આજે એવા નિર્દેશ પ્રાપ્ત થયા હતા કે કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને પગલે કોવિડ-૧૯ના દેશભરમાં દર્દીઓમાં થઈ રહેલા ઝંઝાવાતી ઉછાળાને લઈને સરકાર ૨૫મી સપ્ટેમ્બરથી બીજા લોકડાઉનની તૈયારી કરી રહી છે જોકે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ આ સમાચારને ફેક ન્યુઝ ગણાવી સાવચેત રહેવા જણાવ્યું હતું. એક અહેવાલમાં જણાવાયું હતું કે, રાષ્ટ્રીય આપાતકાલિન વ્યવસ્થા તંત્ર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી એનડીએમએએ ૨૫મી સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય લોકડાઉનની જાહેરાત કરી હતી. એનડીએમએના પરીપત્રના હુકમનો સ્ક્રીન શોર્ટ ઓનલાઈન દર્શાવવામાં આવ્યો હતો. આ હુકમનામામાં દર્શાવાયું હતું કે, કોવિડ-૧૯ના વ્યાપક ફેલાવવા અને દેશમાં વધતા જતા મૃત્યુદરને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આયોજનપંચે ભારત સરકાર અને વડાપ્રધાન કાર્યાલય અને ગૃહ વિભાગને ફરીથી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦થી શરૂ કરીને ૪૬ દિવસના લોકડાઉનની હિમાયત કરી દેશમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના પુરવઠાને જાળવી રાખી લોકડાઉન શરૂ કરવાની એનડીએમએ દ્વારા ૧૦મી સપ્ટેમ્બરએ નોટીસ પાઠવી હોવાનું સોશિયલ મીડિયા પર ફરતા હુકમમાં દર્શાવાયું હતું અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે એનડીએમએ છે. ફરીથી લોકડાઉનની હિમાયત કરી છે અને ૨૫મી સપ્ટેમ્બરથી લોકડાઉન શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે.
અલબત પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ આ અહેવાલની સત્યાર્થતા ચકાસતા આ પરીપત્ર બનાવટી હોવાનું બહાર આવ્યું છે. દેશમાં ફરીથી લોકડાઉનની ડિઝાસ્ટર મેનેજમેન્ટ હિમાયત કરી ૨૫ સપ્ટેમ્બરએ લોકડાઉનના અહેવાલની તપાસણી કરતા આ બાબતે ફેક હોવાનું અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ લોકડાઉન ફરીથી શરૂ કરવા અંગે આવું કોઈ પરિપત્ર બહાર પાડયો ન હોવાનું પીઆઈબીએ ટવીટ પર ખુલાસો કર્યો હતો. ભારતમાં માર્ચ મહિનાના અંતમાં શરૂ થયેલા કોરોનાના સંક્રમણથી જુન મહિના સુધી ભારે લોકડાઉન રાખવામાં આવ્યું હતું. હવે તબકકાવાર લોકડાઉન ખુલી રહ્યું છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધવાથી સ્થિતિમાં ફરીથી લોકડાઉન લાદવાની વાતો વહેતી થઈ હતી. કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ભારતનો બીજો નંબર છે. અહીં ૪૮ લાખ દેશો નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજીંદા કેસનો આંક ૯૦,૦૦૦એ પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અર્થતંત્રને ધબકતુ કરવા તબકકાવાર અનલોકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નાગરીકોએ સાવચેતીના તમામ સુચનાઓ અને પ્રયોગો જેમ કે માસ્ક પહેરવું અને રસીની શોધ થઈ જાય ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સીંગનો નિયમો પાડવાના રહેશે.