માધાનો મધુરો વાસ, આવ્યો અધિક માસ
આપણી ઋતુ તહેવારો નિયત સમયે રંગે-ચંગે ઉજવાઇ તે માટે આપણા આર્ષ દષ્ટાઓએ અધિક માસની આગવી વ્યવસ્થા કરી
ભગવાન શ્રી કુષ્ણ કહે છે. ‘પુરુષોતમ સમો કોઇ માસ નથી’. જે માનવી વિધિવિધ ભાવથી પુરુષોતમ માસનું સેવન અર્થાત પુજન, અર્ચન, ઉપાસના, આરાધના, દાન, પુણ્ય, સત્સંગ સેવા કરે છે. તે પોતાના કુળનું ઉધ્ધાર કરી, અવશ્ય મને જ પ્રાપ્ત થાય છે. એ મનુષ્ય મારી પાસે આવ્યા બાદ જન્મ-મરણ, આધિ વ્યાધિ, ઉપાધિના ત્રિવિદ તાપમાં તપતો નથી અને સંસાર ચક્રના આવાગમનમાં ફસાતો નથી. આધ્યાત્મિક પ્રધાન આર્યવર્તમાં સોરમાસ અને ચાન્દ્રમાસ દ્વારા કાલગણનાની પરીપાટી પરાપૂર્વથી પ્રચલિત છે. દર્શપૌર્ણમાસાદિક યોગો તથા કાલમાં ચાન્દ્રામાસ તથા સંક્રાંતિ જેવા પૂણ્યકાલમાં, સોરમાસનો હંમેશા ઉપયોગ થાય છે. સૌર તથા ચાન્દ્રમાસના અદ્ભૂત સમન્વય દ્વારા આપણા વિશ્ર્વ, ધર્મ, પૂર્ણ કાયો, ઋતુ, તહેવારો, પર્વો વિ. નિયમ સમયે વિવિધ રૂપે રંગે, ચંગે ઉરના ઉમંગે ઉજવાય છે. આ સમય વ્યવસ્થા વ્યવસ્થિત જળવાઇ રહે, ઋતુકાળ સચવાઇ રહે તે માટે આપણા આર્ષ દ્રષ્ઠાઓએ અધિક માસની આગવી વ્યવસ્થા કરી છે. સૂર્ય જેટલા સમયમાં એક રાશિ પૂર્ણ કરે એને ‘સોરમાસ’ કહેવાય. આવા બાર સોરમાસ (સંક્રાતિ)નું એક વર્ષ થાય. વર્ષમાં બાર સંક્રાતિ આવે જે સૂર્યગતિ સિધ્ધાંત અનુસાર, ૩૬૫ દિવસ ૧૫ ઘડી ૩૧ પલ અને ૩૦ વિપલનો સમય થાય.જયારે શુકલપક્ષની એકમની કૃષ્ણપક્ષની અમાવાસ્યા સુધીના સમયને ચાન્દ્રામાસ કહેવાય. આવા બાર માસોનું એક ચાન્દ્ર, વર્ષ થાય જે ૩૫૪ દિવસ, ૨૨ ઘડી, ૧ પણ અને ૨૪ વિપલનો થાય. આ વ્યવસ્થા અને ગતિ પ્રમાણે પ્રતિ વર્ષ, ૧૦ દિવસ ૫૩ ઘડી, ૩૦ પલ અને ૬ વિપલનું બંને વચ્ચે અંતર પડે આ ક્રમ આમજ ચાલે તો આખુ ઋતુચક્ર ખોરાવાઇ જાય આ અઘટીત, અનિચ્છનીય ઘટનાને રોકવા અધિક માસ અમલમાં આવ્યો. સામાન્ય આ ગતિ ક્રમ અનુસાર, પ્રત્યેક વર્ષ, બંને વચ્ચે, લગભગ ૧૧ દિવસનું અંતર પડે એટલે સામાન્ય દર પોણા ત્રણ વર્ષે ૩૦ દિવસનું અંતર ગણાય અને એટલે જ આ અંતર પૂર્તિ અર્થે, દર ૩૨ માસ, ૧૬ દિવસ અને ૪ ઘડી પછી એક અધિક માસ આવે. જેનો સમય, ૨૯ દિવસ ૩૧ ઘડી ૫૦ પલ અને ૭ વિપલનો હોય છે. જેમાં સૂર્ય સંક્રમણ ન થાય એને અધિક યા ‘મળ’ માસ કહેવાય. અધિક માસ એટલે કે કાલાઘિકય હોવાના કારણ માત્રને લઇ, મલમાસ, અહંસ્પતિયા મલિન્લુચ કેમ કહી શકાય? એનો સર્વે શુભકાર્યોમાં નિષેધ કેમ ગણાય? એક શાસ્ત્ર દલીલ એવી છે કે , સંક્રાતિની વિકૃતિના કારણે મલમાસમાં શુભ કાર્ય કરવું વર્જીત છે. આના સમર્થનમાં એક તર્ક એવો પણ છે કે, એકતો પુથવ યાને વધારાનો માસ બીજુંશકુનિ ચૈતુષ્યાદ, નાગ, એવમ્ કિંસ્તુધ્ન આ ચાર કરણોને રવિ (સૂર્ય)નો મેલ અર્થાત મળ ગણવામાં આવે છે. કહેવામાં આવે છે અને અધિક માસનો આરંભ આ મલસંજ્ઞક કરણોથી થતો હોઇ, એને મળમાસ કહેવાય છે. એથીએનું નામ પણ યથાર્થ છે. આમ આ અધિક વધારાનો કાળ હોઇ, એને મળમાસ કહેવાય છે. એની એનું નામ પણ યથાર્થ છે. આ આ અધિક વધારાનો કાળ હોઇ અશુધ્ધ અર્થાત કામ્યકર્મમાં વર્જીત છે તો આધ્યાત્મિક, આરાધના માટે અકસીર છે. કારણ પૂર્ણ પુરુષોતમ ભગવાન કૃષ્ણ એના સ્વામી છે. પછી શી ખામી રહે! જયાં હરિ ખુદ કહે પછી શીદને ચીંતા ઠરે, ‘એનું શરણું મળે ભવોભવનો ફેરો ટળે.’