સમય વર્તે સાવધાન..! જી, હા સમય ખરાબ છે , અર્થતંત્ર નબળું છે. નાગરિકોની આર્થિક સ્થિતીને ટકો આપવા માટે સરકારે રાહતોના પેકેજ જાહેર કર્યા હવે હાલત એવી છૈ કે સરકારની તિજોરી નબળી પડી ગઇ છૈ. તેથી હવે સરકાર કોસ્ટ કટિંગ મોડ ઉપર આવી છે. કારણ કે છેલ્લા ત્રિમાસિક ગાળાનો જીડીપી છેલ્લા ૪૦ વર્ષની નીચલી સપાટીઐ પહોંચ્યો છૈ. ૧ લી ફેબ્રુઆરી-૨૦ ના રોજ જાહેર કરાયેલા ૨૦૨૦-૨૧ નાં સામાન્ય બજેટમાં ૪.૧૨ ટ્રિલિયન રૂપિયાની ફાળવણી કેપિટલ એક્સ્પેન્ડિચર અર્થાત મુડી ખર્ચ માટે કરી હતી. જેને જાળવી રાખવાના વિશેષ પ્રયાસ કરવામાં આવશૈ. આ માટે એકદમ આવશ્યક ન હોય એવા ખર્ચ ઉપર હાલ તુરંત બ્રેક મારવામાં આવશૈ. સામાન્ય રીતે કલ્ચર, યુથ અફેર્સ, ટુરિઝમ સ્પોર્ટસ
જેવા વિભાગનાં ફંડને કેપિટલ ઐક્સ્પેન્ડિચરમાં પાછા લઇ જવાની કવાયત શરૂ થઇ ગઇ છે. આમેય તે કોવિડ-૧૯નાં લોકડાઉનનાં કારણે ટુરિઝમ લગભગ બંધ જેવું જ છે, જ્યારે માત્ર ખાવું-પિવું અને ઘરમાં બેસી રહેવું ઐ હાલનું કલ્ચર છે. આવા સંજોગોમાં સરકાર ટુરિઝમ પાછળ નવી જાહેરાતો કે માળખાકિય વિકાસ પાછળ નવા ખર્ચ કરે તેનો અર્થ નથી. એના સ્થાને હાલમા સરકાર વધારે રોજગારીની તકો ઉભી થાય તેવા, ઇકોનોમીની ગાડી પાટે ચડે તથા આમજનતાને વધારે ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટમાં નાણા ફાળવવામાં આવે તે જરૂરી છે. હાલમાં સરકારને અધુરા રહેલા પ્રોજેક્ટ પુરા કરીને તેનો લાભ જનતાને મળતો થાય તે જોવાનું રહેશે. તેથી નવા પ્રોજેક્ટ થોડા સમય પાછાળ ઠેલવામાં જ દેશનો લાભ છે
હાલમાં જ એક સર્વે થયો જેમાં જાણવા મળ્યું છે કે છેલ્લા છ મહિનામાં લોકોની લાઇફ સ્ટાઇલની સાથે તેમની ખરીદીની પેટર્ન બદલાઇ છે. ગ્રોસરી શોપિંગ, તેમની શોપિંગ મોલ કે સ્ટોરમાં વિઝીટની સંખ્યા તેમની જરૂરીયાત અને ઓનલાઇન શોપિંગના ટ્રેન્ડ, બધી જ બાબતોમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. તારણો એવા છે કે લોકો હવે તૈયાર થવા પાછળ કે ટીપટાપ અને કોસ્મેટિક્સ પાછળ ખર્ચ ઘટાડી રહ્યા છે. હેર કલરના વેપાર બહુ ઘટી ગયા છે. ઘરની સાફ સફાઇ તથા સજાવટનાં સામાનની ખરીદી પણ ઘટી છે કારણ કે મહેમાનોની અવર જવર લગભગ બંધ છે. જે ખરીદી વધી છે તેમાં ફ્રુટ, શાકભાજી, પેક વોટર બોટલ અને સેનેટાઇઝરનો સમાવેશ થાય છે.
તહેવારોમાં બંધ પડેલા કારોબાર શરૂ કરવાની સંભાવના
પહેલા દેશનાં ૧૩ મોટા શહેરોમાં લોકડાઉન રાખ્યા, કામ-ધંધા બંધ રહ્યા પરંતુ રોગચાળાને આપણે અટકાવી શક્યા નથી. ત્યારબાદ હવે એવા વિસ્તારોમાં કોવિડ-૧૯ નો આતંક છે જ્યા પહેલા શાંતિ હતી. મતલબ કે આ રોગને લોકડાઉનના નામે નાથી શકાયો નથી કારણ કે માનવજાત એવા લોકડાઉનથી ટેવાયેલી નથી. વળી નાગરિકોમાં જે જાગૄતિ જરૂરી હતી તે આવી ગઇ છે. આવા સંજોગોમાં સરકારે કારોબાર ધીમે ધીમે ફરી ચાલુ કરીને લોકોની આવકના સાધનો ફરી શરૂ કરવા જોઇએ. આમ થવાથી સરકારની કરવેરાની આવકમાં પણ વધારો થશે જે સરવાળે દેશના અર્થતંત્ર માટે ફાયદારુપ છે. સરકારે તાજેતરમાં દેશના વિવિધ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સંગઠનોએ સરકારને અપીલ કરી છે કે છ મહિનાથી રોજગાર બંધ છે. આવા સંજોગોમાં આ ઇન્ડસ્ટ્રીઐ આશરે ૩૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન કર્યુ છે. આ ઉપરાંત સરકારને મનોરંજન કરની આવક ગુમાવવી પડી તે અલગ.
અહેવાલ છે કે ફિલ્મ સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસની ગાઇડલાઇન્સ બનાવી છે. જેને ગૄહ મંત્રાલયની મંજૂરી મળે તો થિયેટરોને ૫૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની પરવાનગી મળી શકે તેમ છે. જોકે છ મહિના પહેલા તૈયાર થયેલી મોટા ભાગની ફિલ્મો વિડીયો સ્ક્રીનીંગ વાળા લઇ ગયા છે. તેથી લોકોને એવું નવું શું આપવું જેથી આ ભયના માહોલમાં લોકો થિયેટર સુધી આવે? આ સવાલનો જવાબ ન મળે તો દશેરા કે દિવાળીએ થિયેટરો ચાલુ કરવાનો કેટલો ફાયદો થશે તે એક સવાલ છે. યાદ રહે કે આ ઇન્ડસ્ટ્રી મોટા વ્યાજના બોજ હેઠળ ચાલતી હોય છે. છ મહિના સુધી તૈયાર પડેલી ફિલ્મને આવક વિના રોકી રાખવી પડે તો આ બોજ કેટલો વધી જાય..!?
આવા જ બીજા અમુક સેક્ટર જેવા કે જીમ, કેટરિંગ, મેરેજ પાર્ટી હોલ, હોટેલ્સ, બેન્ક્વેટ, ઇવેન્ટ કંપનીઓ, સ્પોર્ટસ મેનેજમેન્ટ, સ્પોન્સરશીપ તથા સાઉન્ડ એન્ડ ડેકોરેશન. આ તમામની હાલત હાલમાં નાજુક છે.
સરકારનાં આવકના સાધનો
આજના સંજોગોમાં આયાતી માલ લાવવાના બદલે એજ માલનું સ્થાનિક ઉત્પાદન કેવી રીતે થાય, તેની ઉત્પાદન કિંમત કેવી રીતે ઘટાડી શકાય તથા તેના ઉત્પાદનથી સ્થાનિક રોજગારી કેવી રીતે વધૈ તેના ઉપર સરકારને વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કરવેરાની આવક વધારવાના ભાગરૂપે વિદેશમાં નાણાકિય વ્યવહારો કરનારા ઉપર પાંચ ટકાનો ટેક્ષ લાગુ કર્યો છે. જે લોકો મોટી રકમના વ્યવહારો કરતા હોય છે તેમને આવકવેરો ભરવાનો થતો હોય છૈ. પરંતુ અત્યાર સુધી લોકો આ કરવેરો ભરતા નહોતા. આ સીધી વેરાની વસુલી નથી. વિદેશી વ્યહાર કરદાતા ઝઉજ મારફતે જોગવાઇ અનુસાર ક્લેમ પણ કરી શકશે. આ જોગવાઇમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સાત લાખ રૂપિયાથી ઓછી કિંમતના વ્યવહારોને ઝઉજ ની જરૂર રહેતી નથી. આ ઉપરાંત ટુરિઝમ માટે નાણા ટ્રાન્સ્ફર કરનારા લોકોને પણ આ કર લાગુ પડતો નથી. વળી જે વિદ્યાર્થીઓ વિદેશ ભણતા હોય અને તેમના વડિલો અભ્યાસ માટે નાણા ટ્રાન્સ્ફર કરશે તો તેમને સાત લાખ રૂપિયાથી ઉપરના વ્યવહારો માટે જ ટેક્ષ ચુકવવાનો રહેશે અને તે પણ ૦.૫ ટકા ના દરે વસુલવામાં આવશે. આમ તો સરકારે આ જોગવાઇ આ વખતના બજેટમાં કરવામાં આવી હતી જેનો આકરો અમલ હવે શરૂ થશે. સરકા્રી આવકમાં સુધારો થવાથી અન્ય આયોજનો માટે નાણાની જોગવાઇ કરવામા સરકારને રાહત મળશે. આ જોગવાઇ તો બજેટમાં હતી જ જેનો અમલ આગામી ઓક્ટોબર-૨૦ થી થવાનો છે. પરંતુ સરકારને આવી જોગવાઇઓ દ્વારા કરવેરાની આવકમાં વધારો કરવા સિવાય કોઇ વિકલ્પ નથી. . આગામી છ મહિના હજુ હાલત ખરાબ રહેવાની છૈ એવી ગણતરી સાથે જ સરકારને નાણાનું આયોજન કરવું પડશે. સાથે જ અમુક લક્ઝુરિયસ ગણાતા ખર્ચ ઉપર ટેક્ષ લગાવીને તિજોરીનાં ગાબડાં પુરવાના રહેશે. સરકારે એટલે જ કદાચ દરેક વિભાગોને હમણાં થોડો સમય નવી રાહત કે ભંડોળ નહીં માગવાની સુચનાઓ આપી છે.