વડા પ્રધાન મોદીના જન્મ દિવસની મહિલાઓને ભેટ
મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ વ્યાજ ઉપરાંત સ્ટેમ્પ ડયુટીમાં માફી અપાશે
ગુજરાત આજીવિકા પ્રમોશન હેઠળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની મહિલાઓને લોન મળી રહે તે માટે સરકાર દ્વારા બેન્ક સાથે સમજુતિ કરશે
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિતે રાજય સરકાર દ્વારા ૧૦ લાખ મહિલાઓને વ્યાજ વિના લોન ઉપરાંત સ્ટેમ્પ ડયટીમાં માફી આપતી મહિલા ઉત્કર્ષ યોજના જાહેર કરી છે.
મહિલાઓને આત્મનિર્ભર બનાવવા રાજય સરકાની મહિલા ઉત્કર્ષ યોજના માટે રૂા.૧૭૫ કરોડની ફાળવણી કરવામા આવી છે.
કોરો વાયરસના કારણે જાહેર કરાયેલા લોક ડાઉનના કારણે આર્થિક પરિસ્થિતી નબળી બની છે તેવા પરિવારને ફરી આત્મસ્માન સાથે બેઠા કરવા માટે રાજય સરકાર દ્વારા સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે મહિલા ઉત્કર્ષ યોજના તૈયાર કરી તા.૧૭ સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરી ૧૦ થી ૧૧ લાખ મહિલાઓને કોઇ પણ જાતના વ્યાજ વિના એક એક લાખની લોન આપવા ઉપરાંત તે માટેના સ્ટેમ્પ ડયુટીનો ખર્ચ પણ રાજય સરકાર ભોગવશે તેવી મહિલાઓ માટેની મહત્વની જાહેરાત સાથે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની મહિલાઓને ભેટ આપવાની જાહેરાત કરી છે.
મહિલાઓના ઉત્કર્ષ માટે બજેટમાં રૂા.૧૭૫ કરોડની ફાળવવામાં આવશે રાજયમાં ૨.૫૧ લાખ સખી મંડળ, ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તેમાં ખેતી, પશુ પાલન, ડેરી વ્યવસાય, નાના ઉદ્યોગ, હેન્ડીક્રાફટ થકી આવક કરતી મહિલાઓનો સમાવેશ કરવામાં આવશે જ્યારે શહેરી વિસ્તારમાં ૨૩,૭૭૬ સખી મંડળ દ્વારા ૨.૨૦ લાખ મહિલાઓ ગૃહ ઉદ્યોગ અને નાના વ્યવસાય સાથે સંકડાયેલ.
વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષ દરમિયાન ૪.૫૨ લાખ મહિલાઓને રૂા.૪૨૮.૭૨ કરોડની લોન આપવામાં આવી છે.
મહિલાઓને વ્યાજ વિનાની લોન અને સ્ટેમ્પ ડયુટી માફી માટે ૧૦ મહિલાઓનું જુથ્થ બનાવી લોન આપવામાં આવશે રાજયમાં આવા ૪.૭૧ લાખ જુથ્થ સખી મંડળના માધ્યમથી અસ્તિત્વમાં છે. તેઓને મહિલા ઉત્કર્ષ યોજનાનો સીધો જ લાભ મળશે મહિલાઓને સરળતાથી લોન મળી રહે તે માટે સરકાર દ્વારા બેન્ક સાથે એમઓયુ કરશે અને વ્યાજનો ખર્ચ સરકાર ભોગવશે તેવી ગેરેન્ટી આપનવામાં આવશે જેના થકી મહિલાઓ વિવિધ મહિલા મંડળનો લોન સરળતા અને ઝડપથી મળે તેવું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
૧૦ થી ૧૧ લાખ મહિલાઓને લોન મળી રહે તે માટે ૧૦ મહિલાઓનું એક જુથ્થ બનાવી એક જુથ્થને એક લાખની લોન આપવા માટે સરકારી અને સહકારી તેમજ ખાનગી બેન્કોને ચુકવવાનું થતું તમામ વ્યાજ સરકાર ચુકવી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ જયંતીની અનોખી ઉજવણી કરી મહિલાઓને ભેટ આપવામાં આવી છે.