- આજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત કી આશા હૈ હિન્દી
- ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની સંવિધાનીક સભામાં હિન્દીને રાષ્ટ્રભાષા ઘોષિત કરવામાં આવી હતી
- ભારત સહિત વિશ્ર્વના ૫૦થી વધુ દેશોમાં હિન્દીના જાણકાર છે: અમેરિકા, ચીન, રશિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ જેવા દેશોમાં હિન્દી ભાષાની બોલબાલા છે
૧૯૫૩ની ૧૪ સપ્ટેમ્બરે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાના અનુરોધ પર આ દિવસે રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણાં બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે. હિન્દી આપણા દેશમાં સૌથી વધુ લોકો બોલે છે તે આપણી રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રભાષા છે. હિન્દી શબ્દનો ઉદ્ભવ હિંદમાંથી આવ્યો છે. ભારતની પશ્ર્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે બોલાતો શબ્દ હતો. હિંદ અને હિન્દ તે સંસ્કૃત શબ્દ સિંધુનો અપભ્રંશ છે. આ ભાષા મુખ્યત્વે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. મુસ્લિમ સંસ્કૃતિની અસરતળેમાં તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિન્દી અને ઉર્દૂ ભગિની ભાષાઓ કહેવાય છે. તેના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ઘણી સમાનતા જોવા મળે છે.
ભાષાકુળ જોઈએ તો ઈન્ડો યુરોપિયન, ઈરાનિયન, આર્યન, મધ્યક્ષેત્ર હિંદી, પશ્ર્ચિમી હિંદી, ખડીબોલી સાથે સ્વરૂપોમાં જોઈએ તો સૌરસેની પ્રાકૃત અને તેની અપભ્રંશ જુની હિન્દી છે. બહેરા મુંગા લોકો માટે સંકેતાત્મક હિંદી પણ છે. વિદેશોમાં ગયાના, મોરેશિયસ, ટ્રીનીનાડ જેવા દેશોમાં હિન્દી માન્ય લઘુમતી ભાષા છે. ૨૬ જાન્યુઆરી ૧૯૬૫ના રોજ હિન્દી ને ભારતની રાષ્ટ્રભાષા ઘોષિત કરવામાં આવી હતી.
ચીની ભાષા પછી હિન્દી વિશ્ર્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત અને વિદેશના લોકો સહિત અંદાજે ૯૦ કરોડથી વધુ લોકો આ ભાષા બોલે છે, અથવા લખે છે. ફિજી, ગયાના, નેપાળ, સુરીનામ અને મોરેશિયસ જેવા દેશોમાં મોટાભાગની પ્રજા હિન્દી બોલે છે, ત્યાંની હિન્દી આપણી હિન્દી કરતાં થોડી જુદી છે.
દેવનાગરી લિપી હિન્દી છે, શબ્દાવલીના સ્તર પર જોઈએ તો મોટા પ્રમાણમાં સંસ્કૃતનો શબ્દ પ્રયોગ વધુ થાય છે. આ ભાષાની બોલીમાં અવધ, વ્રજ, કનૌજી, બધેલી, બૂંદેલી, ભોજપૂરી, હરિયાણવી, રાજસ્તાની, માળવી, મૈથિલી, કુમાઉ ભાષા પણ એક પ્રકારે હિન્દી જ ભાષા છે. આજે હિન્દી-ફિલ્મી ગીતો ટીવી સીરીયલ્સ બધામાં હિન્દી ટોચના સ્થાને છે.
સંસ્કૃતમાંથી ઉત્પન થયેલી ભાષાને ઈન્દો આર્યન ગણાય છે. ઉર્દૂ-કશ્મીરી-બંગાળી-ઉડીયા-પંજાબી-મરાઠી જેવી ભાષાઓ ઈન્ડો આર્યન જ છે. આપણી સૌથી પ્રાચિનભાષા સંસ્કૃત છે. વૈદિક સંસ્કૃતનો ક્રમબધ્ધ વિકાસ એટલે હિન્દી, ભાષા વિકાસમાં બૌદ્ધ, જૈન પ્રાકૃત, મૌર્ય, બ્રાહ્મી, આદી સંસ્કૃત, સિધ્ધ માત્રિકા લિપીનો વિકાસ છે. ૯૯૩માં લખાયેલ દેવસેનની “શવકચર કદાચ હિન્દીનું પહેલું પુસ્તક હશે તેવું મનાય છે.
અપભ્રંશનો અસ્ત થયોને આધુનિક હિન્દીનો વિકાસમાં આમિર ખુસરો, હંસવાલી, કબીરની રચના, અપભ્રશના છેલ્લા મહા કવિ રઘુ, નવલદાસની ભક્ત માલા, બનારસીદાસ, ગુરૂ અર્જુન દેવ, તુલશીદાસ, જારમલે, રામચંદ્ર શુકલા જેવા મહાન લોકોના પ્રયાસો થકી હિન્દી ભાષાનો વિકાસ થયો છે.
ભાષાવિદો હિન્દી અને ઉર્દૂને એક ભાષા સમજે છે. હિન્દી દેવનાગરી લિપીમાં લખાય છે. ૧૯૬૫ સુધીમાં હિન્દી સરકારી કામગીરીની ભાષા બની ગઈ હતી. આજે ભલે અંગ્રેજીના પ્રભાવમાં હિન્દી દબાઈ ગઈ હોય તેવું લાગે પણ અંગ્રેજી ભક્તો પણ હિન્દી ફિલ્મો જોવે છે, હિન્દી ગીતો સાંભળે છે. ગાંધીજીએ હિન્દીને એકતાની ભાષા કરી હતી. વિદેશોમાં અભ્યાસક્રમોમાં, યુનિવર્સિટીઓમાં હિન્દીનો સમાવેશ થયો છે. જ્યારે આપણા દેશમાં તેની બાદબાકી થતી જાય છે.
રાષ્ટ્રીય હિન્દી દિવસ કે વિશ્ર્વ હિન્દી દિવસ ઉજવણીનો હેતુ હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે જનજાગૃતિનો છે, અને તેને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે રજૂ કરવાનો છે. આજે હિન્દી રાષ્ટ્રભાષાને ૭૧ વર્ષ થયા છે.
આજથી ઓનલાઈન હિન્દી સપ્તાહની ઉજવણી
કણસાગરા મહિલા કોલેજના હિન્દી વિભાગ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. કોલેજ દ્વારા તા.૧૫,૧૮ અને ૧૮ સવારે ૭:૪૫ થી ૮:૪૫ ટીજીઈએસ ઓનલાઈન એસેમ્બલીમાં આ સપ્તાહની ઉજવણી થનાર છે. યુ-ટયુબ ચેનલ પર કોલેજના છાત્રો પણ જોડાશે. આ સપ્તાહ દરમિયાન વિવિધ સ્પર્ધા, વ્યાખ્યાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ફિલ્મશો, હિન્દી સાહિત્યકારનો પરિચય જેવા કાર્યક્રમો યોજાતા હોય છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે ઓનલાઈન છાત્રોને જોડીને વિવિધ ઉજવણી કરવામાં આવશે તેમ કોલેજના હિન્દી વિભાગે જણાવેલ છે.