સૌરાષ્ટ્ર સહિત દ.ગુજરાતમાં ચોમાસાના અંતિમ તબક્કામાં શરૂ થયેલા મેઘાવી માહોલ માં પાછોતરા વરસાદથી ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ પ્રવર્તી રહ્યો છે આ વખતે સરેરાશ મોસમના વરસાદથી કુદરતે સવાઈ મહેર વરસાવીછે ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આ વખતે રોકડિયા પાક તરીકે મગફળી અને કપાસ પર ખેડૂતોએ સવિશેષ હાથ અજમાવ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વધુ વરસાદથી મગફળી પીળી પડી જવાની સમસ્યા અને કપાસના ફુલ ખરી જવાથી અને પાણી લગા લાગી જવાથી કપાસના ઉત્પાદનમાં મોટો ફટકો પડે એવા સમીકરણો પણ સર્જાઇ શકે છે અત્યારે ચોમાસાનું ધોરી ગણાતું અને ચોમાસાના પાસા પલટાવી નાખનાર
નક્ષત્ર આદ્રા ચાલી રહ્યું છે આ અઘરા ની લાક્ષણિકતા વિશે એવું કહેવામાં આવે છે કે આદ્રા પડે તો કરી નાખે પાદરા અત્યારે શરૂ થયેલા મેઘાવી માહોલ માં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ નું વાતાવરણ જોવા મળે છે પાક ઉપર આવી ગયેલી મગફળી અને કપાસ માં ફુલ બેસવાની સિઝન ચાલી રહી છે ત્યારે જો પ્રમાણથી વધુ વરસાદ ખાબકી તો આ વરસાદ કેટલાક ખેડૂતો માટે લાભ કરતાં નુકસાન કારણ વિશેષ બની શકે તેમ અનુભવી ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે જોકે વરસાદ ના આગમન થી આગામી શિયાળુ પાક ની નિશ્ચિતતા પાકી થઈ ગઈ છે આ વખતે શિયાળુમોલ માટે પિયતના પાણી ની જરાપણ ખેંચ નહિ પડે ત્યારે મેઘાવી માહોલ માં ખેડૂતો માં મિ શ્ર લાગણી પ્રવર્તી રહી છે.