યુરોપમાં વેકેશન અને પોતાનો જનમદિન મનાવ્યા બાદ પ્રિયંકા ચોપરા ફરી કામે વળગી ગઈ છે. બોલીવૂડમાં હાલ તેની પાસે હાથ પર એક પણ પ્રોજેકટ નથી તેથી પ્રિયંકા મેમસા’બ અમેરિકામાં જ રહે છે.અત્યારે તેની અભિનયની ‘દુકાન’ અહી કરતા ત્યાં ધમધમે છે. તે ટીવી શો કવોન્ટિકોની આગલી સીરીઝ માટે બૂક થઈ ગઈ છે. વળી તે હોલીવૂડમાં નિર્માત્રી પણ બની ગઈ છે. પ્રિયંકા હોલીવૂડમાં એટલી બધી છવાઈ ગઈ છે કે તે એક અમેરિકી ટેલેન્ટ શોમાં જજ બની ગઈ છે. હોલીવૂડમાં તેનું વર્ચસ્વ જોઈને બિચ્ચારી દીપિકા બડૂકોન બળીને રાખ થઈ ગઈ છે.કેમકે ટ્રિપલ એકસના ધબડકા બાદ ડિપ્પી ઉર્ફે દીપિકા પાસે એક પણ હોલીવૂડ ફિલ્મ નથી. સામા છેડે પ્રિયંકા પાસે હોલીવૂડની ઓફરોનો વરસાદ વરસ્યો છે.
Trending
- ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ : સંરક્ષણ મંત્રી
- અમદાવાદમાં ફરી એકવાર મેગા ડિમોલિશન શરૂ…!
- તાપી નદીમાં યુવકે લગાવી છલાંગ અને પછી થયું આવું!!!
- માનસી પારેખની આ ફિલ્મ 30 મેના રોજ થશે રીલીઝ!!!
- KTM એ તેની બાઇકના ભાવમાં કર્યો વધારો…
- પુરુષો કરતાં સ્ત્રીઓ બની રહી છે વધુ વ્યસની..!
- હળવદમાં LCBએ જુગારધામ ઝડપ્યુ, 6ની ધરપકડ….
- “ગજરા” સુંદરતા સાથે સ્વાસ્થ્યને પણ મહેકાવે છે !! આ ગુણ તમે જાણો છે ??