રાજ્યમાં રહેલા પુરાતન વારસાને જોવાની તક વધુને વધુ લોકોને મળશે: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વિઝની પ્રવાસન ઉદ્યોગને મોટો ફાયદો થશે
ઐતિહાસિક સ્થળોના વિકાસથી આપણો વારસો પણ પુન:જીવિત થશે: મુખ્યમંત્રીને અભિનંદન
ગુજરાત સરકારે આજે જાહેર કરેલી હેરિટેજ ટુરિઝમ નીતિને ભાજપ અગ્રણી, આપણા પુરાતન વારસાના સંવર્ધન અને જાળવણી માટે વર્ષોથી સક્રિય એવા ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહ જાડેજાએ આવકાર આપતાં જણાવ્યું છે કે રાજ્યના પ્રવાસન અને હોટલના ઉદ્યોગને આ નીતિથી ઘણું પ્રોત્સાહન મળશે. રોજગારીની પણ તકો ખુલશે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી અત્યારે તમામ ક્ષેત્રે જ્યારે અત્યંત અગત્યના અને ત્વરિત નિર્ણયો લઇ રહ્યા છે ત્યારે સરકારે આજે જાહેર કરેલી આ નીતિના ફાયદા દુરોગામી છે એવું માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રના- ગુજરાતના પ્રાચીન મહેલ,કિલ્લા કે એવી કોઇ પણ વિરાસતની જાળવણી તથા એને હેરિટેજ હોટલમાં પરિવર્તીત કરવાનું કામ પેશની કરતા શ્રી માંધાતાસિંહ જાડેજાએ આજે જણાવ્યું કે રાજ્ય સરકાર ગુનેગારી ડામવાી લઇને નવી ટીપી સ્કીમ બનાવવાના નિર્ણય લઇ રહી છે. તો બીજી તરફ નલ સે જલ જેવી યોજનાને પણ આગળ વધારી રહી છે. કોરોના કાળમાં પણ રાજ્યનો વિકાસ અટકે નહીં એ માટે મુખ્યમંત્રી સતત પ્રયત્નશીલ છે ત્યારે આ નવી પોલીસી ઘણી ઉપયોગી થશે. હેરિટેજ ઉપરાંત જે હોમ સ્ટેની નવી નીતિનો અમલ વાનો છે એને પણ માંધાતાસિંહે આવકાર આપીને બિરદાવી છે.
શ્રી માંધાતાસિંહે જણાવ્યું કે આ નવી નીતિથી ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યના ઐતિહાસિક વિરાસતના સ્થાનો, હેરિટેજ સ્થળો નજીકી જોવા-માણવાનો લ્હાવો મળશે
ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, મિનારાઓમાં શરૂ કરી શકાશે હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ જેને લીધે પ્રવાસીઓ પણ આવા સ્થળો ઉમટી પડશે. લોકો આપણા પુરાતન વારસાથી, સપત્યી વાકેફ શે અને પ્રવાસન ઉદ્યોગને પણ લાભ થશે.. ૧ જાન્યુઆરી ૧૯૫૦ પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે પરિણામે ઘણી જુની ઇમારતોનો હવે સદઉપયોગ પણ થશે.
માંધાતાસિંહે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વર્ષોથી વણ વપરાયેલી રહેલી ઐતિહાસિક વિરાસત, ઈમારતોના પ્રવાસન આકર્ષણ માટે ઉપયોગની નવી દિશા ખોલી આપી છે જેના માટે એમને અભિનંદન આપવાં ઘટે. આ નીતિને લીધે સનિક સ્તરે રોજગાર સર્જન સાથે વિદેશી પ્રવાસીઓને ગુજરાતના ઈતિહાસ, સંસ્કૃતિ પ્રવાસન વૈવિધ્યથી પરિચિત કરાવવાનો ટુરીઝમ ફ્રેન્ડલી હોલિસ્ટિક એપ્રોચ પણ દેખાઇ રહ્યો છે.
સરકારે એવું પણ જાહેક કર્યું છે હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રકચર ને કોઈ છેડ છાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે જે ઘણું મહત્વનું છે. ઉપરાંત હેરિટેજ મ્યુઝીયમ હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે રીનોવેશન રિસ્ટરેશન માટે ૪૫ લાખી ૧ કરોડ સુધીની સહાય અપાશે જેને લીધે જુની વસ્તુઓના સંગ્રાહકોને લાભ થશે.
નવી હેરિટેજ નીતિખી રાજ્યના પ્રવાસન- ટુરીઝમ સેકટરને ઉત્તેજન મળશે અને વિદેશી હૂંડિયામણ થી આવક ના વધુ ઊભા કરવાનો મુખ્યમંત્રીશ્રીનો વિકાસ લક્ષી પ્રેરણાદાયી વિચાર છે એવું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત જે ગુજરાત હોમ સ્ટે પોલિસીની જાહેરાત થઇ છે એને પણ માંધાતાસિંહ જાડેજાએ આવકાર આપતાં જણાવ્યું છે કે તેનાથી ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવની દેશ-વિદેશના પ્રવાસીઓને ભલી ભાંતી પરિચિત કરાવવાનો ઉદ્દેશ આ હોમ સ્ટે પોલિસી થી પાર પડશગુજરાતનું ગ્રામીણ જીવન સંસ્કૃતિ ઇતિહાસ અને પરંપરાગત ધરોહર માણવા- જોવા આવતા વિદેશના અને ભારતના અન્ય રાજ્યોના પ્રવાસીઓને પોષાય તેવા દરે, સ્વચ્છ સુવિધાયુક્ત આવાસ સગવડ આ હોમ સ્ટે પોલીસી અન્વયે મળશે.ગ્રામીણ રોજગારીની સાથે ટુરિઝમ એન્ડ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક તકો ખીલશે.