વ્યક્તિનો કોરોના પોઝીટીવ છે કે નેગેટીવ તે રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટર્સની ભૂમિકા શરુ થાય છે. સચોટ નિદાન આવે તો સારવાર શક્ય બને અને અને આ કામ જીવના જોખમે કરી રહ્યો છે પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતેનો માઈક્રો બાયોલોજી વિભાગ અને તેને સંલગ્ન મોલેક્યુલર કોવીડ ૧૯ લેબ. અહી રોજના ૨૦૦ જેટલા કોરોના સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવે છે.
જેમ યોદ્ધાઓ સરહદ પર શસ્ત્ર સરંજામ સાથે નીકળે છે તેમ અહીનો સ્ટાફ પણ સૌ પ્રથમ લેબમાં દાખલ થતા પહેલ પી.પી.ઈ કીટ, ગ્લોવ્ઝ, માસ્ક અને જરૂરી સાવચેતી સાથે લેબમાં પ્રવેશે છે. ત્યારબાદ શરુ થાય છે તેમની કામગીરી, આવેલા સેમ્પલનું ટેસ્ટીંગ કરવાની.
માઈક્રોબાયોલોજી વિભાગમાં મદદનીશ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને કોવીડ -૧૯ લેબના ઇન્ચાર્જ ડો. સેજુલ અંટાલા લેબની કામગીરી વિષે જણાવે છે કે, સેમ્પલનું જુદા જુદા તબક્કામાં પૃથક્કરણ કરવામાં આવે છે. સૌ પ્રથમ સેમ્પલમાંથી વાઈરસને દુર કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ વાઈરસમાં રહેલ આર.એન.એ. અલગ કરવામાં આવે છે.
આર.એન.એ ચેક કરવા માટે રીએજન્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ અન્ય કેમિકલ સાથે મિક્સ કરી તેને મશીનમાં ફેરવવામાં આવે છે ત્યાર બાદ ટેઈ પરીસ્થિત પરથી સેમ્પલ પોઝીટીવ કે નેગેટીવ છે તે ખબર પડે છે.
વિભાગના ઇન્ચાર્જ હેડ ડો. ઘનશ્યામ કાવડિયા આ ફિલ્ડમાં ૨૮ વર્ષથી માઈક્રો બાયોલોજી વિભાગમાં અને હાલ તેમની નિશ્રામાં મોલેક્યુલર કોવીડ લેબમાં આર.ટી.પી.સીર. ટેસ્ટની કામગીરીમાં અનેક ટેકનીશ્યનો સેવા આપી રહ્યા છે.
આ તકે મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવી ધ્રુવે લેબની વિશેષતાઓ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, અહીની અન્ય લેબમાં દર્દીઓના તમામ પ્રકારના જરૂરી ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. ખાસ કરીને બ્લડ બેંકમાં લોકો પ્લાઝમા ડોનેટ કરે તે માટે તેમણે ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કોરોના ના ગંભીર દર્દીને પ્લાઝમા આપવાથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતા ઝડપથી તેઓ રીકવર થાય છે. આમ કોરોના પોઝીટીવ વ્યક્તિ સાજા થયાં બાદ અન્ય લોકોને મદદરૂપ બની હાલની મહામારીની સ્થિતિમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે.લેબોરેટરી ખાતે દિનરાત માત્ર કેમિકલ, ટેસ્ટ ટ્યુબ , કસનળી, સ્લાઈડ, ફ્રીઝર અને વિવિધ પૃથકરણ કરી આપતા મશીનો વચ્ચે રહેતા સ્ટાફ માટે આ જ તેમના મિત્રો અને આજ તેમનો પરિવાર. જે કેટલાય લોકોને નવજીવન બક્ષવાની ચાવીરૂપ ભૂમિકા અવિરત ભજવી રહ્યા છે.