• ચૂંટણી પૂર્વે સરકારે ફાળવી અનામત બેઠકો
  • અનુસુચિત જાતિની ચાર બેઠકોમાંથી બે મહિલા અનામત

અબતક, જામનગર

જામનગર મહાનગર પાલિકાના નગર સેવકોની સામાન્ય ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે ત્યારે સરકારે અનામત બેઠકની ફાળવણી જાહેર કરી છે. કુલ ૧૬ વોર્ડની ૬૪ બેઠક માંથી ૩૭ અનામત અને ર૭ સામાન્ય બેઠકોનો સમાવેશ થાય છે. અનેક વોર્ડની બેઠકોમાં ફેરફાર કરાયા છે

જામનગર મહાનગર પાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટેની સામાન્ય ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે ત્યારે સરકાર દ્વારા આ માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને ગઈકાલે બેઠકના રોટેશનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શહેરના ૧૬માંથી અનેક વોર્ડની બેઠકોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. તમામ વોર્ડમાં ચાર-ચાર બેઠકો છે. તેમાં વોર્ડ નં. ૧ માં એક બેઠક અનુ.જાતિ અને ત્રણ સામાન્ય બેઠક, વોર્ડ નં. ર માં એક બેઠક અનુ.આદિજાતી અને ત્રણ સામાન્ય બેઠક રાખવામાં આવી છે. વોર્ડ નંબર ત્રણમાં તમામ ચાર બેઠકો સામાન્ય છે. વોર્ડ નં. ૪ માં તમામ સામાન્ય બેઠકો રાખવામાં આવી છે. વોર્ડ નં. પાંચમાં ત્રીજી બેઠક પછાત વર્ગ માટે, અન્ય ત્રણ સામાન્ય, વોર્ડ નં. ૬ માં પણ ત્રીજી બેઠક પછાત વર્ગ અને અન્ય સામાન્ય, વોર્ડ નં. ૭ માં તમામ ચાર બેઠકો સામાન્ય બેઠક રાખવામાં આવી છે. વોર્ડ નં. ૮ માં પ્રથમ બેઠક પછાતવર્ગ, અન્ય ત્રણ સામાન્ય, વોર્ડ નં. ૯ માં પણ પ્રથમ બેઠક પછાત વર્ગ અને અન્ય ત્રણ સામાન્ય, વોર્ડ નં. ૧૦ માં ત્રીજી બેઠક અનુજાતિ અને અન્ય ત્રણ સામાન્ય, વોર્ડ નં. ૧૧ માં ચારેય સામાન્ય, વોર્ડ નં. ૧૩ માં પ્રથમ પછાત વર્ગની અન્ય ત્રણ સામાન્ય, વોર્ડ નં. ૧૪ માં પ્રથમ અનુ.જાતિ, બીજી સામાન્ય, ત્રીજી પછાત વર્ગ અને ચોથી સામાન્ય બેઠક, વોર્ડ નં. ૧પ માં ચારેય બેઠક સામાન્ય અને વોર્ડ નં. ૧૬ માં ત્રીજી બેઠક અનુજાતિ અને ત્રણ બેઠક સામાન્ય રાખવામાં આવી છે.

દરેક વોર્ડ દીઠ સરેરાશ ૩૬,૭૦૯ ની વસતિની સંખ્યા રાખવામાં આવી છે. ૬૪માંથી ૩ર બેઠકો સ્ત્રી અનામત છે. અનુ.જાતિ માટે ચાર બેઠક અને અનુ.આદિજાતિ માટે એક બેઠક મળી કુલ ૩૭ બેઠક અનામત રાખવામાં આવી છે તથા ર૭ બેઠક સામાન્ય રહેશે. અનુ.જાતિ માટેની ચારમાંથી બે બેઠક સ્ત્રી માટેની રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.