રાજય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પદક મેળવેલા રમતવીરોને રોજગારી માહિતી પણ પુરી પાડવાનો આશય
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના સ્પોર્ટસ ઓથયોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઝરી સેન્ટર યોજના શરૂ કરવામાં આવી છે. જે યોજના અંતર્ગત જે ખેલાડીઓ રાજયકક્ષા, રાષ્ટ્રકક્ષો,આંતરરાષ્ટ્રીયકક્ષાએ પદક મેળવેલા ખેલાડીઓની માહીતી એકત્ર કરી અને ભારત સરકારના વિવિધ વિભાગો, અને સંસ્થાઓ તથા રાષ્ટ્રીય કૃત બેન્કો,ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ-પબ્લીક સેકટર જેમાં સ્પોર્ટસ ક્વોટા માટે જાહેરાત આપે ત્યારે તે જાહેરાતોની અધ્યતન માહીતી સાથે ખેલાડીઓને આ સેન્ટર દ્વારા જાણ કરવામાં આવશે. તથા અરજી કરવા માટે કોઈ પડ્યો હોય તેના માટે ગાઇડલાઇન્સ આપવામાં આવશે. આ યોજના દ્વારા રમતવીરોને રોજગારી તકો માટે જરૂરી માહીતી મળે તે હેતુથી સ્પોર્ટસ પર્સન એપ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઝરી સેન્ટર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ; રાજકોટ શહેર, ૭/૩ બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના દ્વારા શહેરમાં રહેતા ખેલાડીઓ જેમની ઉંમર ૧૮ થી ૩૦ વર્ષ હોય જેઓ નામ નોધાવવા માટે ખેલાડીએ પોતાનું નામ, સરનામું, જન્મ તારીખ, આધારકાર્ડ નંબર, મોબાઇલ નંબર, ઇમેલા એડ્રેસ, એજ્યુકેશન તથા જે રમત રાજયકક્ષાએ, રાષ્ટ્રકક્ષાએ અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ મેળવેલ વિવિધ પદકા હોય તેની સંપુર્ણ વિગતો સાથે એક અરજીમાં બાયોડેટા તૈયાર કરી અત્રેની કચેરી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રાજકોટ શહેર, ૭/૨ બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ પોસ્ટ દ્વારા અવા ઇમેલ દ્વારા dsorajkotcity 32 gmail.com અથવા મો. ૯૭૨૬૯૬ ૨૪૮૮ વોટસઅપ દ્વારા મોકલી આપવા તથા વધુ માહીતી માટે ફોન નં. ૦૨૮૧-૨૪૪૨૩૬૨ સંપર્ક કરવા જણાવાયું છે.