ભુજમાં આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને યુવાનોને જોડવાના ઉદ્દેશ સાથે ગઈકાલે યુવા જોડો અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાર્ટીના ગુજરાત અધ્યક્ષ કિશોરભાઈ દેસાઈએ દેશની યુવા પેઢી ભ્રષ્ટાચાર સામે લડત આપવા આહ્વાન આપ્યું હતું પાર્ટીના વિવિધ હોદ્દેદારોએ વર્તમાન ભાજપ સરકારમાં પ્રજાને ગેરમાર્ગે દોરતા દેશની આજની કથળેલી સ્થિતિ તેમજ લોકોની આર્થિક અધોગતિ મુદ્દે જાગૃતિ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઉપરાંત ઉપાધ્યક્ષ ભીમાભાઇ ચૌધરી , સંગઠનમંત્રી રમેશ નાભાની , જિલ્લા પ્રમુખ દતેશ ભાવસાર , ડો નેહલ વૈદ્ય પોતાના પ્રાસંગિક પ્રવચનોમાં ભાજપ અને કોંગ્રેસને જાકારો આપી અને એક નવા વિકલ્પ આપને ગુજરાતમાં મોકો આપી અને રાજ્યને નવી ઊંચાઈ લઈ જવા માટેની નીવ રાખવા યુવાનોને હાકલ કરી હતી.અને એક નવા જોશ અને જુનુનથી આગળની ચુંટણી લડવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો . પાર્ટીના રોહિત ગોર , લાલાભાઈ , રાજેશ પિંડોરિયા ,ચિંતન ઠક્કર , વનરાજસિંહ વાઘેલા , જયદીપસિંહ જાડેજા,ઇબ્રાહિમ તુર્ક , ગિરિરાજસિંહ જાડેજા , શીતલબેન ,ગોદાવરીબેન સાથે અનેક હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.
Trending
- શિયાળામાં મોજા પહેરીને સૂવું સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં?
- Triumphની સૌથી સસ્તી બાઇક Speed T4 હવે બની વધુ સસ્તી..!
- શું વાત છે Kawasaki એ ભારતમાં લોન્ચ કરી Kawasaki Ninja 1100SX કિંમત જાણીને ચોકી જશો…
- kia તેની ન્યુ Kia Syros SUV ટુંકજ સમય માં કરશે ભારતમાં લોન્ચ, જાણો કોને કોને આપશે ટક્કર…
- Jeep અને Citron પણ તેની નવી કાર પર કરી રહી છે વધારો…
- મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા પાસે મોટી બોટ દુર્ઘટનામાં 3ના મોત, 5 ગુમ
- Lookback 2024 Sports: ક્રિકેટની ટોપ 5 અવિસ્મરણીય ક્ષણો
- ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો