ખેડૂતો માટેનો વાહન વ્યવહાર, નાલામાંથી પાણી ઉલેચવાનો ખર્ચ ઉપરાંત પાટા ઓળંગવામાંથી મુક્તિ અપાવવા રજૂઆત
દામનગર શહેર માંની આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ના રેવન્યુ રસ્તા માટે માત્ર એક રેલવે ફાટક ખુલ્લું રાખવા થી ત્રણ પ્રશ્નો ઉકેલી શકાય છે દામનગર શહેર માં રેલવે વિભાગે બંધ કરેલ રેલવે ફાટક થી પૂર્વવત ખોલવા માં આવે તો ખેતી ના યાંત્રિક સાધનો ટ્રેકટર વાહનો અવર જવર કરી શકે ભૂગર્ભ ગટર ના ગંદા પાણી કાયમી રેલવે અંડરબ્રિજ માં ભરાયેલ રહે છે માટે રેલવે ફાટક કાયમી ખુલ્લું કરાય તો આ સમસ્યા આપો આપ ઉકેલી શકાય છે શહેર ની આર્થિક પછાત વસાહત ખોડિયારનગર માં રહેતા શ્રમજીવી પરિવારો જીવ ના જોખમે રેવલે ટ્રેક ઓળઞિ રહ્યા છે કોઈ દવાખાનું કે બાળકો વૃદ્ધ વ્યક્તિ ઓ રેલવે અંડરબ્રિજ માં ચાલી ન શકવા થી રેલવે ટ્રેક ઉપર થી જોખમી અબરજવર કરવા મજબુર છે આ અંગે અમરેલી જિલ્લા કલેકટર સાંસદ ધારાસભ્ય તાલુકા મામલતદાર રેવન્યુ સહિત વેસ્ટર્ન રેવલે ના ડી આર એમ ભાવનગર સુધી સ્થાનિક રહીશ અગ્રણી રઘુભાઈ જોગરાણા એ લેખિત રજુઆત કરી છે દામનગર શહેર માં એક રેલવે ફાટક પૂર્વવત ખુલ્લું રાખવા થી ત્રણ સમસ્યા ઉકેલી શક્ય તેમ હોવા છતાં તંત્ર ને વાર વાર ની રજુઆત પછી પ્રશ્ન ઉકેલાતો નથી આ અંગે યોગ્ય ન્યાય નહિ કરાય તો ગુજરાત હાઈકોર્ટ માં જાહેર હિત ની યાચીકા કરવા સ્થાનિક રહીશો ને ફરજ પડશે તેમ જણાવ્યું છે.