ચીન, જાપાન, મલેશિયા, વિયેતનામ અને થાઇલેન્ડથી ભારતે રૂ. ૩૭ હજાર કરોડનું તાંબુ અને રૂ.૩૨,૫૬૦ કરોડના એલ્યુમિનિયમની આયાત કરી
બંને ધાતુની જરૂરિયાત પુરી કરવા ભંગારમાંથી રિસાયકલ કરનારને પ્રોત્સાહિત કરાશે તાંબા અને એલ્યુમિનિયમની વિદેશથી આયાત માટે ઉદ્યોગકારોએ મંજુરી લેવી પડશે
કોરોના મહામારી બાદ ભારતને આત્મનિર્ભર બનવા માટે કેન્દ્ર સરકાર લીધેલા આવશ્યક પગલાના પગલે સ્થાનિક ઉદ્યોગ ધંધાને વધુને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહી છે. બીજી તરફ વિદેશથી આયાત થતા ઇલેકટ્રોનિક ચીજ વસ્તુનું દેશમાં જ ઉત્પાદન વધરાવા પર વ્યાપાર મંત્રાલય દ્વારા ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે તાંબા અને એલ્યુમિનિયમની ધાતુની આયાત ઘટાડવા પર વાણિજય મંત્રાલય દ્વારા વિચારણા કરવામાં આવી છે. તાંબા અને એલ્યુમિનિયમની આયાત પર કેટલાક નિયંત્રણ લાદી ઘરેલુ ઉત્પાદન વધારી દેશને આત્મનિર્ભર બનાવવા પ્રયાસો શરૂ કર્યા છે.
વિદેશથી આવતા ઇલેકટ્રોનિક ઉત્પાદન અને મોબાઇલના પર ભારત અત્યાર સુધી નિર્ભર હતુ પરંતુ કોરોના મહામારી બાદ દેશને આત્મનિર્ભર બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલા અને સ્થાનિક ઉત્પાદકનો પ્રોત્સાહીત કરવામાં આવતા દેશમાંથી વિદેશ જતું ઇન્કમ બચાવવા ઉપરાંત સ્થાનિક સ્તરે રોજગારીની તક વધારવામાં ઘણી સફળતા મળ્યા બાદ વિદેશથી આવતા તાંબા અને એલ્યુમિનિયની આયાત પર રોક લગાવવાની વિચારણા ચાલી રહી છે. તાબા અને એલ્યુમિનિયમની આયાત પાછળ ભારત દર વર્ષે ચીન, જાપાન, મલેશિયા, થાઇલેન્ડ અને વિયેતનામ પાસેથી ૩૭ હજાર કરોડનું તાંબુ અને રૂા.૩૨,૫૬૦ કરોડનું એલ્યુમિનિયમ ખરીદ કરે છે. તાંબા અને એલ્યુમિનિયમની ખરીદી પાછળ ચુકવવી પડતી મોટી રકમ બચાવવાના પ્રયાસો કરવા માટે આયાત પર કેટલાક કડક નિયંત્રણો લાદવામાં આવનાર છે.
તાંબા અને એલ્યુમિનિયમ માટે ભારત વિદેશ પર નિર્ભર છે. ત્યારે સ્વનિર્ભર બનવા માટે અને આયાત ઘટાડવા હેતુસર કેન્દ્રના ઉદ્યોગ મંત્રાલય દ્વારા તાંબા અને એલ્યુમિનિયમની આયાતકરતા ઉદ્યોગકારો સાથે બેઠક યોજી આયાત ઘટાડવા માટે ચર્ચા મંત્રણા કરી છે. બંને ધાતુની આયાત ઘટાડવા માટે કડક નિયમ ઘટવામાં આવશે તે અંગે તાકીદ કરી જે ઉદ્યોગકારોએ તાંબા અને એલ્યુમિનિમની વિદેશથી આયાત કરવી હશે તેઓએ કેન્દ્ર સરકારની મંજુરી લેવવાનું ફરજીયાત બનાવવાં આવ્યું છે.
તાંબા અને એલ્યુમિનિયમની આયાત ઘટાડવાના મુદાને સંવેદન ગણવામાં આવી રહ્યો છે. આ બંને ધાતુનો ભારતમાં ઘણો વપરાશ છે ત્યારે આયાત ઘટાડવાની વિચારણાથી ઘણા ઉદ્યોગો માટે ચિંતાનો વિષય બન્યો છે. તાંબા અને એલ્યુમિનિયમનો સ્થાનિક સ્થળે ઉત્પાદન થાય તેમજ બંને ધાતુના ભંગારની રી સાઇકલ થાય તેના પર વ્યાપાર મંત્રાલય દ્વારા પ્રોત્સાહીત કરવાની વિચારણા કરી રહ્યાનું ઉદ્યોગ મંત્રાલય સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ અંગે ખાણ મંત્રાલય દ્વારા વાણિજય મંત્રાલયને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ આયાત ઘટાડવા અને નિકાશ વધારી દેશમાં વધુને વધુ વિદેશી હુંડીયામણ લાવવા માટે શરૂ કરેલા પ્રયાસના ભાગરૂપે તાંબા અને એલ્યુમિનિયમની આયાત ઘટાડવી જરૂરી હોવાનું ગણાવ્યું છે.
ભારત દર વર્ષે ચીન, જાપાન, મલેશિયા,વિયેતનામ અને થાઇલેન્ડ સહિતના દેશો પાસેથી તાંબા અને એલ્યુમિનિયમની મોટી ખરીદી કરે છે. તાંબા અને એલ્યુમિનિયની ખરીદી ઘટાડી સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા અને ભંગારમાં આવતી બંને ધાતુ દ્વારા જ ૨૨ ટકાની માગ પુરી કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.
વિદેશના પ્રભાવ સામે ભારત પોતાના ઉદ્યોગ વેપારીને સુરક્ષિત અને વધુ સુદ્રઢ બનાવવાના પગલાઓ લેવાનું વલણ ધરાવે છે. સરહદ પર થતા તનાવના કારણે ભારત પોતાના વેપાર ઉદ્યોગને સ્વનિર્ભર બનાવવા અને આયાત ઘટાડવાની કવાયત હાથધરી છે.