આંતર રાષ્ટ્રીય સ્તરે વધુમાં વધુ નિકાસ વધારવા સૂચન
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તાજેતરમાં નિકાસકારો માટે યુ.કે. તથા યુરોપના અન્ય દેશો સાથે નિકાસ વેપારની ઉજજવળ તકો અંગે ઉપયોગી અને મહત્વના વેબીનારનું આયોજન કરવામાં આવેલ. આ વેબીનારમાં બહોળી સંખ્યામાં સભ્યોએ ભાગ લીધેલ. વેબીનારમાં હાલ લંડન (યુ.કે.) સ્થીત ભારતીય દુતાવાસ (હાઇકમીશન) ખાતે પહેલા સેક્રેટરી (ઇકો, પ્રેસ અને ઇન્ફો) રોહિત વઢવાણા તથા લુધીયાણાના જોઇન્ટ ડી.જી.એફ.ટી. સુવિધ શાહ દ્વારા સભ્યોને જાણકારી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
પ્રારંભે ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવે તમામ નિકાસકારોને યુ.કે. તથા યુરોપના અન્ય દેશો સાથે નિકાસ વેપારની ઉજજવળ તકો તથા સંજોગો થકી મળવાપાત્ર લાભો અંગે ખુબ જ ઉપયોગી રહેશે તેમ જણાવેલ.
મુખ્ય વકતા રોહિત વઢવાણા દ્વારા ઘણી રસપ્રદ માહિતી પુરી પાડેલ જેમાં મુખ્યત્વે ભારત તથા યુ.કે. અર્થતંત્રમાં સરખા છે અને યુ.કે.માં રોકાણ કરનાર ભારત દેશ બીજા નંબર ઉપર આવે છે. યુકે ગવમેન્ટના કડક નિયમો તથા અસરકાર ધારો ધોરણો સમજવા ખુબ જ જરૂરી છે. તેમજ વિવિધ પ્રોડકટસ માટે કવોલીટીનું પ્રમાણ સારૂ રહે તેનું ધ્યાન રાખવું. ઇલેકટ્રીક ક્ષેત્રમાં યુ.કે. વધુ આગળ વધી રહ્યું છે. નિકાસકારો પોતાની પ્રોડકટસનું માર્કેટ વધારી શકે તે માટે થતા એકઝીબીશમાં પણ ભાગ લેવા જરૂરી છે. પ્રવર્તમાન સંજોગો તથા આંતરરાષ્ટ્રિય ફેરફારો થકી સોનું, ચાંદી તથા ઇમિટેશન જવેલરી સકેટરમાં નિકાસ માટે ખુબ જ ઉજળા સંજોગો હોવાનું જણાવતા તેનો ખાસ લાભ લેવા તેમજ વેબીનાર દરમ્યાન સભ્યો દ્વારા પુછાયેલ પ્રશ્ર્નોના તેઓએ યોગ્ય અને સચોટ પ્રત્યુતર આપેલ.
લુધીયાણાના જોઇન્ટ ડી.જી.એફ.ટી. સુવિધ શાહ દ્વારા સૌરાષ્ટ્રમાં ઉત્પાદીત થતી વિવિધ પ્રોડકટસની નિકાસ અંગેની જાણકારી તથા તે અંગે સચોટ અને તલસ્પર્શી માહિતી પુરી પાડેલ. તેઓએ ખાસ કરીને ચાઇનાની અમુક પ્રોડકટસ માટે જાણકારી મેળવી ભારતના નિકાસકારો ચાઇનાની માર્કેટને તોડી શકે તેવા પ્રયાસો કરવા. તેમજ સૌરાષ્ટ્રના નિકાસકારો હજુ પણ વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની નિકાસને વધારે તેવી અપીલ કરેલ. સમગ્ર વેબીનારનું સંચાલન રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા તથા માનદમંત્રી નૌતમભાઇ બારસીયાએ કરેલ તેમજ ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ વેબીનારમાં મુખ્ય વકતાઓ તથાસભ્યો ઉપસ્થિતિ રહેવા બદલ આભાર વ્યકત કરેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.