“ભાઈ ! સિવિલમાં મનેઅને મારી દીકરી ને એટલી સરસ સારવાર મળી છે કે શું વાત કરવી, તે અમારા બન્ને માટે સંજીવની બુટિ સમાન છે, સ્ટાફના સહયોગ અને સારવારથી અમને નવજીવન મળ્યું છે આ શબ્દો છે હાર્દિકભાઈ પંડ્યા ના… જેમણે પોતાની દસ મહિનાની પુત્રી તનિષા સાથેરાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવીને કોરોનાને પરાસ્ત કર્યો છે.
આ અંગે હાર્દિકભાઈ જણાવે છે કે,”મને સિવિલમાં સમયસર આયુર્વેદિક ઉકાળા, દવા અને પોષણયુક્ત આહાર આપવામાં આવતો હતો અને મારી દીકરીને પણ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ દ્વારા નિયમિતપણે તપાસ, નિદાન અને સમયસર સારવાર આપવામાં આવી. ખરેખર કોઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોય તેના કરતા પણ વધુ સારી સુવિધા અને સગવડ અમને સિવિલમાં મળી છે. હાલ હાર્દિકભાઈ અને તેની પુત્રી તનિષા સ્વસ્થ થયા બાદ હોમ આઈસોલેટ થયા છે. આમ સિવિલ હોસ્પિટલની આયોજનબદ્ધ અને નક્કર કામગીરીને પ્રતાપે પિતા-પુત્રીને નવજીવન મળ્યું છે.