અબતક ચેનલ દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાતના કલાપ્રિય શ્રોતાઓ-દર્શકોના હૈયે અને હોઠે રમતો કાર્યક્રમ ચાલને જીવી લઈએમાં આપણી ભાતીગળ સંસ્કૃતિના લોકઢાળમાં ગવાતા ગીતો, લોકગીતો, લોકસાહિત્ય, દુહા, છંદ, રાસ-ગરબા વગેરે પ્રસ્તુત થતા રહે છે.
આપણી જુની પરંપરાનું લોક સંગીત, સુગમ સંગીત, પ્રાચીન ભજનો વગેરે લોક કલાનો પ્રચાર-પ્રસાર સાથે કોઈપણ કારણોસર અપ્રચલીત રહેલા. આ ક્ષેત્રના ખુબ જ સારા કલાકારોને પ્લેટફોર્મ પુરુ પાડવા અબતક હંમેશા અગ્રેસર રહ્યું છે અને રહેશે.
તો ચાલો….આજે પ્રસ્તુત થનારા લોકપ્રિય કલાકારોને મળીએ…ગાયન અને વાદનમાં શાસ્ત્રીય સંગીતનું પાયાનું જ્ઞાન આપતા સ્વર સાધના. મ્યુઝીકલ કલાસીસના સંચાલક અને પ્રસિઘ્ધ ગાયક દંપતિ જય દવે અને ક્રિસ્ટીના દવેની જુગલબંધીમાં સાત સુરોના સરનામે અમે તમને મળવા આવ્યો ગીતે ધુમ મચાવી સાથે સાથે પિતાના બ્રાલનું ગીત, દુહા, છંદ જયારે ક્રિસ્ટીના દવેના કંઠે પાન લીલુ જોયુન ેતમે યાદ આવ્યા, દીલ મારુ ધબક ધબક થાય જેવા ગીતોએ ચાર ચાંદ લગાવ્યા છે. ચાલને જીવી લઈએ આજના આ કાર્યક્રમમાં દવે દંપતિએ સુગમગીતો, ભકિતગીતો, લોકગીતોના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ બનાવ્યો છેે..તો જોવાનું ચુકશો નહીં…હો….
આજે જય દવે-ક્રિસ્ટીના દવેની મોજ
- ગાયક: જય દવે, ક્રિસ્ટીના દવેુ
- એન્કર: પ્રિત ગોસ્વામિ
- તબલા: સુભાષ ગોરી
- કીબોર્ડ: પ્રશાંત સરપદડિયા
- પેડ: કેયુર બુધ્ધદેવ
- કેમેરામેન: દેવજી રંગાડીયા, જુનેદ જાફાઇ
- સાઉન્ડ: વાયબ્રન્ટ સાઉન્ડ- અનંત ચૌહાણ
પ્રસ્તુત થનારા ગીતો અને લોકગીતો
- સાત સૂરોના સરનામે…
- પાન લીલુ જોયુને તમે..
- પિતાના વ્હાલનું ગીત…
- દુહા-છંદ…
- મેહંદી તે વાવી માળવે..
- કાન તારી મોરલીએ મોહિને…
- દીલ મારૂ ધબક ધબક થાય…
- મોર બની થનગાટ કરે..
- રાવળ સરીખો રાજીયો…
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦