રાજકોટ શહેરની ભાગોળે રેસકોર્ષ-૨માં અટલ સરોવર નિર્માણાધીન છે. અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ ૨,૯૩,૪૫૭ ચોરસ મીટર છે. જેમાં કુલ ૯૨,૮૩૭ ચોરસ મીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થશે, સમગ્ર ડેવલોપમેન્ટ પ્રોજેકટની કિંમત ૧૩૬ કરોડ અને સમય મર્યાદા ૨૪ મહિનાની રહેશે. અટલ સરોવરમાં ગાર્ડન, લેન્ડ સ્કેપિંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલ કલોક, સાઈકલ ટ્રેક,પાર્કિંગ એરિયા,વોક-વે, પાર્ટી પ્લોટ, ૨ એમ્ફીથિયેટર, આઈલેન્ડ, મોન્યુમેન્ટલ ફલેગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સ્કુલ તેમજ આંગણવાડીનાં બાળકોને અટલ સરોવરમાં વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે. આ સરોવરના વિસ્તારમાં ગ્રામહાટ તેમજ અન્ય ઉપયોગ માટે કુલ ૪૨ દુકાનોનું નિર્માણ કરવામાં આવશે. અટલ સરોવર થકી રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા તેમજ મનોરંજન માટેનું એક નવું સ્થળ મળી રહેશે.
શહેરના ભાવિ રમણીય સ્થળ અટલ સરોવરનો સુંદર નઝારો
Previous Articleનિફ્ટી ફ્યુચર ૧૧૪૦૪ પોઇન્ટ મહત્વની સપાટી…!!!
Next Article રેસકોર્ષ પાર્કના ૮૮૭ ફલેટધારકોનો કોરોના ટેસ્ટ કરાયો