અન્ય વિભાગોમાં પણ સ્ટાફની અછત નિવારવા માંગ: સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક વગેરે બાબતે તંત્રે પણ કડક થવુ જરૂરી
ધોરાજી તાલુકામાં કોરોનો વાયરસ પોઝિટીવ કેસો ઉતરોતર વધારો થતો જાય છે. અત્યાર સુધીમાં કોરોના નાં કારણે મૃત્યુ આંક ૩૨ થયો તો અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવ કેસ ૬૫૨ નોંધાયા છે અને શહેર ની જેમ હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યો છે એ પણ ચિંતા જનક છે. તંત્ર ગમે તેટલી મહેનત કરે પણ જયાં સુધી લોકો માં જાગૃતી નહીં આવે ત્યા સુધી બધું નકામું છે અને આવાં કપરાં સમયમાં તંત્ર દ્વારા પણ કડક હાથે કામ ગીરી ની ખાસી જરૂરીયાત છે લોકો સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનું ભુલી ગયા હોય તેવું લાગી રહ્યું છે નાનાં મોટાં વાહનો માં તો સોસીયલ ડિસ્ટન્સ જોવાં મળતું નથી એવું વાતાવરણ જોવાં મળ્યું હતું. સુત્રો પાસે થી મળતી વિગત મુજબ ધોરાજી તાલુકા હેલ્થ કચેરી નીચે છ ડોકટર હોવાં જોઇએ તો એમાં પણ ફક્ત બે ખઇઇજ ડોક્ટર છે છેલ્લા ત્રણ ચાર માસ માં તો ઘણા તબીબી ઓ રાજીનામું આપી ચાલ્યા ગયા છે તો અમુક ડોક્ટર ની બદલી કે રીટાયર્ડ થયા હશે નથી ધોરાજી પોલીસ પાસે પૂરતો સ્ટાફ નથીં આરોગ્ય અધિકારી કચેરી પાસે પૂરતો સ્ટાફ નથી અન્ય સરકારી કચેરીઓ પાસે પૂરતો સ્ટાફ નથીં જેથી ધોરાજી તાલુકા ની જનતા હાલતો રામ ભરોસે જ જીવી રહી છે આ કોરોના મહામારી થી પહોંચી વળવા માટે તબીબો સહિત અન્ય વિભાગોમાં સ્ટાફની વ્યવસ્થા કરે તેવી લોકોની લાગણી અને માંગણી છે.