તકેદારી સાથે ૨૩ હજાર છાત્રોની પરીક્ષા લેવા યુનિ.ની તૈયારી
માસાંતે બી.કોમ અને બીબીએ એકસ્ટર્નલ સેમ-૨ અને ૪ની પરીક્ષા લેવા યુનિવર્સિટી દ્વારા વિચારણા ચાલી રહી છે. કુલ ૨૩ હજાર જેટલા છાત્રોની તમામ તકેદારી સાથે પરીક્ષા લેવા યુનિવર્સિટીએ પૂર્વ તૈયારી પણ આદરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોરોનાના કારણે અનેકવિધ પરીક્ષાઓ મોકૂફ રહ્યા બાદ હવે ધીમે ધીમે પરિક્ષાઓનો દૌર શરૂ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ બીકોમ સેમ-૨, બીકોમ સેમ-૪, બીબીએ સેમ-૨ અને બીબીએ સેમ-૪ની પરીક્ષા લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પરીક્ષાઓ આ મહિનાના અંતમાં લેવાય તેવી શક્યતાઓ છે. કુલ ૨૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપવાના છે. જેમાં તમામ તકેદારિના પગલાં લેવામાં આવશે. એક વર્ગમાં ૧૦થી ૧૫ છાત્રોને જ બેસાડવાના તેમજ છાત્રોને સેનેટાઇઝ અને ટેમ્પરેચર ચેકીંગ કરવા સહિતની તકેદારી રાખવામાં આવશે.