પોલીસ પ્રજા પાસેથી માસ્કના નામે લૂંટ ચલાવે છે બીજી બાજુ પોલીસની હાજરીમાં જ નિયમોના ધજાગરા
ધોરાજી ઉપલેટા વિસ્તારમાં કોરોના અટકાવવા વહીવટી તંત્ર ઉંધેમાથે થયું છે. પોલીસ પણ હાઇવે ઉપર ગોઠવાઇને માસ્ક વગર નિકળતા લોકોને એક હજારનો દંડ ફટકારી રહી છે. ત્યારે આ તમામ નિયમો નેતાઓને લાગતા ન હોય તેમ ગલ કાલે પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઇ ધડુકે ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન દરેક ગામમાં સોશ્યિલ ડિસ્ટન્સ તેમજ તેમની મિટીગમાં હાજર લોકો ખુલ્લે આમ પોલીસ તેમજ વહીવટી તંત્રની હાજરીમાં માસ્કનાં નિયમનો ભંગ કરી રહ્યા છે. ગઇ કાલે આખો દિવસ સોશ્યલ મિડિયા ઉપર ભાજનના નેતનઓ ઢોલ નગારા સાથે સ્વાગત કરના જોવા મળ્યા હતા. તેમજ મિટીંગોના વિડિયો વાઇરલ થતા વહિવટી તંત્રજન અધિકારીઓ તેમજ પોલીસના મોઢા સિવાઇ ગયા હતા. જયારે બુધ્ધજીવી વર્ગમાં પણ ટિકકાને પાત્ર બન્યા હતા ખુદ સાંસદ જ નિયમોનો ખુલ્લે આમ ભંગ કરે તો બિચારી જનતાનો શું વાંક?