વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગવા શરૂ: ઉત્તરપ્રદેશથી આવેલા વિવિપેટ મશીન સ્ટ્રોંગ રૂમમાં મુકાયા

આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ પુર જોશમાં ચાલુ થઈ ગયો છે અને મતદારયાદી સુધારણા ઝુંબેશ પુરી થતાંજ ચૂંટણી પંચ દ્વારા દરેક જિલ્લામાં વિવિપેટ મશીન મોકલવાનું શરૂ કરાયું છે જે અંતર્ગત મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે ૧૨૦૦ વિવિપેટ મશીન મોકલી અપાયા છે.ઉત્તરપ્રદેશના ત્રણ જિલ્લામાંથી ચપટા પોલિશ બંદોબસ્ત વચ્ચે આવેલા આ મશીનો હાલ ગિબશન મિડલ સ્કૂલ ખાતે આવેલા સ્ટ્રોંગરૂમમાં રખાયા છે.

morbi vvpt 002જાણવા મળતી વિગતો મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઇવીએમ મશીન વધુ વિશ્વસનીય બને તે હેતુથી આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદારે કોને મત આપ્યો તે જાણી શકે તે માટે ઉત્તરપ્રદેશની જેમજ વિવિપેટ મશીન મારફતે મતદાન કરવા નક્કી કરી દરેક જિલ્લામાં વિવિપેટ મશીન મોકલવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે ૧૨૦૦ વિવિપેટ મશીન આવી ગયા છે જે ને ૨૪ કલાક સીસીટીવી કેમેરાની નિગરની અને ચપટા પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્રેની ગિબશન મિડલ સ્કૂલ સ્થિત સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે,વધુમાં મોરબી જિલ્લામાં કુલ મતદાન મથકોની સંખ્યાની તુલનાએ ૪૦ ટકા વધુ મશીનો ચૂંટણી પંચ દ્વારા અપાય હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું. વિવિપેટ મશીન આવી જતા જિલ્લા કલેકટર દ્વારા મુખ્ય રાજકીય પક્ષ ભાજપ,કોંગ્રેસ અને બસપના અગ્રણીઓની હાજરીમાં આ મશીન સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.