સરકારી અધિકારીઓ ઓનલાઈન લોગ ઈન ને પાસવર્ડ આપી દેતા
કૌભાંડ ખૂલ્યા બાદ તપાસ ૩૨ કરોડ વસુલી લેવાયા
બિનખેડૂતને પણ નાણા ચૂકવી દીધા નાણા
તામિલનાડુ સરકારે ગરીબ ખેડુતોને લાભ આપતી પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં ૧૧૦ કરોડની ગેરરીતી પકડી પાડી છે આ કૌભાંડમાં ૧૮ દલાલોની ધરપકડ કરી ૮૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે અને ૩૪ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. ૧૧૦ કરોડની ગેરરીતીમાં તપાસ હાથ ધરી ૩૨ કરોડ વસુલ કરી લેવાયા છે. અધિકારીમાં રાજકારણીઓની મદદથી આ કૌભાંડ ચલાવ્યા હતા. તામિલનાડુના મુખ્ય સચિવ ગગનદીપસિંહ બેદીએ જણાવ્યું હતું કે ઓગષ્ટ માસમાં પ્રધાનમંત્રી કિશાન સન્માન યોજનામાં કેટલાય લોકોના નામ ચડાવવામાં આવ્યાહતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહીનો ઉપયોગ કર્યો હતો અને કેટલાય લોકોના નામ ગેરકાયદે રીતે સામેલ કરી દીધા હતા. આ કૌભાંડમાં સરકારી અધિકારીઓ જ સામેલ હતા જે નવા લાભાર્થીને જોડતા દલાલોને લોગ ઈન અને પાસવર્ડ આપતા હતા અને દલાલો તેમને રૂ. ૨ હજાર દેતા હતા.
મુખ્ય સચિવ બેદીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેતી યોજના સાથે જોડાયેલા ૮૦ કર્મચારી અધિકારીઓને ઘરે કાઢી મુખ્યા છે જ્યારે ૩૪ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દલાલ કે એજન્ટ તરીકે કામ કરતા શખસો ઓળખી લેવાયા છે અને અથવા ૧૮ શખસોની ધરપકડ કરવામાં આવી છે. ૧૧૦ કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં ૩૨ કરોડ વસુલી લેવાયા છે અને બાકીના નાણા આગામી ૪૦ દિવસોમાં પરત આવી જશે તેવો તામિલનાડું સરકારનો દાવો છે.
તામિલનાડુના કાલાકુરીચી, વિલ્લુપુરમ, કુડુલોર, તિરૂવન્નમલાઈ, બેલ્લોર, રાનીમેર, સલેમ, ધર્મપુરી, કૃષ્ણાગીરી અને ચેંગલપેર જિલ્લામાં આ કૌભાંડ આચરાયું હતું.
મોટાભાગના નવા લોકો આ યોજનાથી અજાણ હતા કે આ યોજનામાં સામેલ ન હતા.
ઓગષ્ટના છેલ્લા અઠવાડીયામાં પ્રધાનમંત્રી કિશાન સન્માન યોજના હેઠળ કલ્લાકુરૂચીમાં ગેરકાયદે નાણા વિતરણ કરી ભ્રષ્ટાચાર આચરનાર બે ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ યોજનામાં જે ખેડૂત ન હોય તેને પણ નાણા ચૂકવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યા બાદ કૌભાંડનો ખુલાસો થયો હતો. બે ઉચ્ચ અધિકારી અમુઘા અને રાજેસકરન સહિત ૧૫ અન્યોને પણ સસ્પેન્ડ કરાયા છે.