સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક અંગેનો ભંગ કરવા બદલ કડક કાર્યવાહી
સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે, લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, ઈંઈઈઈ ના માધ્યમથી જ્યાં જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળો અને માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસે તુર્ત જ દબાણ હટાવ શાખા કાર્યવાહી કરવામાં આવી રહી છે, આજે શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૪૨ આસામીઓ પાસેથી રૂપિયા ૪૨,૦૦૦/- અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા આઠ ચા-પાનના ધંધાર્થીઓ પાસેથી રૂપિયા ૨૦,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનર વધુમાં જણાવ્યું હતું કે, જે જે સ્થળોએ સામાજિક અંતર જાળવવામાં નથી આવતું તેવા સ્થળોના ફોટોગ્રાફ લેવામાં આવે છે, અને તુર્ત જ દબાણ હટાવ શાખાની ટીમને સ્થળ પર મોકલવામાં આવે છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ધંધાર્થીઓ પાસેથી દંડ વસુલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવે છે. આજે જેની સામે પગલાં લેવાયા છે તેમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર જોગરાણા ટી સ્ટોલ, કરસન ટી સ્ટોલ, કૃણાલ પાન, રવેચી પાન, રામાપીર ચોકડી પાસે દેવજીવન હોટલ એન્ડ પાન, જાદવ ડીલક્સ પાન, જય દ્વારકાધીશ હોટેલ, નાનામવા મેઈન રોડ પર દ્વારકાધીશ હોટલ એન્ડ પાનનો સમાવેશ થાય છે.
કોરોના સામે રક્ષણ મેળવવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું આપણી અને આપણા પરિવાર માટે ખુબ જ જરૂરી છે. કોરોનાનો ચેઈન તોડવા માટે સૌ સાથે મળીને સહયોગ આપીએ. જાહેરમાં જવાનું તાળો, બહાર નીકળો તો માસ્ક અવશ્ય પહેરો, વારંવાર હાથ સાબુથી સાફ કરવા જેવી સાવચેતી જાળવવી ખુબ જ જરૂરી છે.