ડોર-ટુ-ડોર સર્વેમાં ઉમર, અન્ય બિમારી સહિતની જાણકારી મેળવાઇ રહી છે: એસો.ના પ્રમુખ અજય પટેલ અને જીનીયસ સ્કૂલના સંચાલક ડી.વી. મહેતાનું મહત્વપુર્ણ યોગદાન
કોરોના મહામારીના લીધે લોકો ઘરની બહાર નીકળવાથી પણ ડરી રહ્યા છે. લોકોમા પોઝીટીવ થવાનો ભય ઉભો થયો છે. ત્યારે રાજકોટના સેલ્ફ ફાઉનાન્સ સ્કુલ એસોસીએશન કોર્પોરેશન સાથે મળી ને કામગીરી કરવાનુ શરૂ કર્યુ છે. લોકોના ઘરે જઇને તેમના ઘરમા ૫૦ વર્ષથી ઉપરના કોઇ સભ્ય છે કે નહી ઘરમા કેટલા સભ્ય છે અને કોઇ પણ ને કોઇ નાની મોટી બીમારી છે કે નહી તેનું સર્વે કરવામાં આવી રહ્યુ છે. જે ઘરમા ૫૦ વર્ષથી વધારે ઉમરના વ્યક્તિ કે કોઇ વ્યકિતને નાની મોટી બીમારી હોય તેના ઘરમા ફરી બીજી વખત સર્વે કરવામાં આવી રહ્યો છે જો કોઇને કોરોના ના લક્ષણ દેખાય તો તેમની જાણકારી કોર્પોરેશનમા આપવામા આવે છે. અને પછી હેલ્થ ઓફીસરની ટીમ દ્વારા વ્યક્તિનો સંપર્ક કરીને તેનો ઇલાજ કરવામાં આવે છે. આ કાર્યમાં સેલ્ફ ફાઉનાન્સના પ્રમુખ અજયભાઇ પટેલ અને જીનીયસ સ્કૂલના સંચાલક ડીવી મહેતાએ સાથ સહકાર આપ્યો હતો અને કોર્પોરેશનની ટીમને તેમની કામગીરી બદલ બીરદાવી હતી.
રોજ સરેરાશ ૧૫૦૦૦ ઘરોમાં સર્વે: ડી.વી. મહેતા
જીનીયસ સ્કૂલના સંચાલક ડી.વી. વાતચીતમા જણાવ્યુ કે આજે કોરોનાની સામે ભારત એક થઇ ને લડી રહ્યુ છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આગ્રહ છે. કે ઘરે ઘરે જઇને સર્વે થાય કોઇ પણ ઘરમા કોઇ પણ વ્યક્રિતને કોરોનાના લક્ષણ જણાય તો તેના પર પરતુ ધ્યાન રાખવામા આવે જેથી કોરોનાની ચેઇન તોડી શકાય રાજકોટ મહાનગર પલીકા દ્વારા ૧૮ વોર્ડમા કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટમા ચાર લાખ ઘર હોય અને બધી જગ્યાએ સર્વે કરવો એ ભગીરથ કાર્ય છે અને અધરુ કાર્ય છે. આરોગ્ય સચીવ જયંતી રવીની સાથે કોર્પોરેશનમાં મીટીંગ હતી તેમા હુ અને પ્રમુખ અજયભાઇ પટેલ એ તેમને સૂચન કેરલુ કે સેલફ ફાઇનાનસ સ્કૂલના શીક્ષકો છે તે રીતે જોડાવા તૈયાર છે અમને સારો પ્રતીસાદ આવ્યો પછી અમે મીટીંગ કરીના વાઇસ પ્રેસીડેન્ટ અને ઇન્ચાર્જ સાથે પછી કાર્ય શરૂ કયુ જેમાં ૮૦૦થી વધુ શીક્ષકો ૨૫૦થી વધુ સ્કૂલના ૭૮ વોર્ડમા કોર્પોરેશનની ટીમ સાથે ખભે ખભો મીલાવીને કામ કરી રહ્યા છે.
રોજના ૧૫૦૦૦ ઘરના સર્વે કરવામાં આવે છે. અમે રાજકોટની જનતાને નમ્ર વીનંતી કરીએ છીએ કે અમને સારો પ્રતિસાદ આપે અમે સેલ્ફ ફાઇનન્સ સકૂઇના એસોશીએસન દ્વારા એવો મેસેજ આપીએ છીએ કે લોકો કોરોનાથી ભાગે નહી તેનો સમાનો કરે આ સાથે જ આવા જોખમી કાર્ય માટે જે શીક્ષકો, સંચાલકો અને સ્ટાફ મીત્રો જે બહાર નકળા છે તેમની હીમ્મત અને સંવેદન શીલતા ને હુ મુખ્યમંત્રી વિજયભઇ રૂપાણી ખૂબ જ સંવેદન શીલ છે તેની સાથે પ્રજા પણ એટલી સંવેદનશીલ થાય કર્મચારીઆ પણ શીલ થાય તો આપણે આપણી સર્વેદન સમસ્યાનો ઉકેલ લઇ આવી શકીએ ત્યારે હુ તમામ શીક્ષકો, સંચાલકો ખાસ કરીને અજયભાઇ પટેલ અને અમારા સેકેટરી અપભાઇ કાનગડ જે ઝડપથી નેટવર્ક ગોઠવેલુ છે તે ખરેખર પ્રશંસનીય છે આ સીવાય પદાધીકારીઓ છે ભરતભાઇ, જતીનભાઇ, ડી.કે. વાડોદરીયા તેમને પણ ખૂબ અભીનંદન આપુ છે તેમના તરફથી ખૂબ સહયોગ મળેલુ છે.
દરેક ઘરમાંથી સારો સહકાર મળી રહ્યો છે: અજયભાઇ પટેલ
સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસીએશનના પ્રમુખ અજયભાઇ પટેલ ‘અબતક’ મીડીયા સાથેની વાતચીત મા જણાવ્યુ કે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કોર્પોરેશનની ટીમ સાથે એક જૂથ થઇને કામ કરી રહી છે. ગયા અઠવાડીયે જયારે આરોગ્ય સચીવ જયંતી રવિ આવ્યા ત્યારે મીટીંગમા તેમણે કીધુ કે એનજીઓની મદદ જોઇએ છે ત્યારે અમે તેમની મદદ માટે દરેક શીક્ષકોને જોડાયા છે. શીક્ષકોની સાથે સાથે સંચાલક મીત્રો પણ ખભે ખભા મીલાવીને કામ કરી રહ્યા છે. દરેક ઘરમાથી સારો સહકાર મળે છે કોઇપણ નાની મોટી બીમારી હોય તેની જાણ ફોર્મમાં કરવાની હોય અને તે ફોર્મ જયારે કોર્પોરેશનમા આપીએ ત્યારે હેલ્થ ઓફીસરની ટીમ તરત તેમનો સંપર્ક કરે છે. જે રીતે અત્યારે ટીમ વર્ક થઇ રહ્યુ છે ત્યારે એવુ લાગે છે કે રાજકોટ જલ્દી જ કોરોના મુકત બનશે. દરેક વોર્ડમા સરકારી શાળાના શીક્ષકો, ખાનગી શાળાના સંચાલકની નીચે જેટલી સ્કૂલો છે તેના શીક્ષકો અને કોર્પોરેશનની ટીમ પણ સર્વેમા જોડાય છે. અત્યાર સુધી ચાર લાખ ઘરમા બધાનો સર્વે થઇ ગયો છે. અત્યારે રીસર્વેની કામગીરી ચાલે છે.
જે લોકો પચાસ વર્ષથી મોટી ઉમરના છે કે જેને નાની મોટી બીમારી છે તેનો સર્વે થઇ રહ્યો છે. તે પણ ઝડપથી પૂર્ણ થવા આવી છે. લોકોને આ બીમારી છુપાવવી ન જોઇએ પહેલે દિવસથી જ કોર્પોરેશનની ટીમ આવે, શીક્ષકોની ટીમ આવે ત્યારે જે કંઇ પ્રશ્ર્ન તબીયત બાબતે તમને થાય છે તે તેમની સામે રજૂ કરો કોરોનાથી ડરવાની જરૂર છે. પહેલા સ્ટેજમા જ ખબર પડી જાય તો ઘરે રહીને ઇલાજ થાય છે અને ખૂબ સારૂ પરીણામ મળે છે. આપણે કોરોનાનો સામનો કરીને તેની ચેઇન તોડવાની છે.