મુખ્યમંત્રી, ડી.જી.પી અને પોલીસ કમિશનરને બાઈક માલિકે લેખિત રજૂઆત કરી
શહેરના રણુજા મંદિર પાસે રહેતા હાર્દિક શાંતિલાલ ગોહેલ નામના શ્રમિક યુવકના બાઈકની એચ.એસ.આર.પી. નંબર પ્લેટનો અન્ય વાહન ચાલક ઉપયોગ કરી અને તેના દંડનો ભોગ બન્યા હોવાથી સાચી તપાસ કરી યોગ્ય ન્યાય માટે ઉચ્ચ સિટીએ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આઈવે કેમેરાના પ્રોજેકટ ટ્રાફિક મેન્ટેન્ટ માટે ક્રિમીનલ એક્ટિવીટી અટકાવવા ગુન્હેગારોની ઓળખ થઈ શકે તેમજ મ્યુનિ. અને પોલીસ ખાતાના સહયોગ તથા વર્લ્ડ બેંકની સહાયથી લોકોની સુખાકારી સલામતી માટે મુકવામાં આવેલા કેમેરાનો હેતુ થવો જોઈએ તેના બદલે સદરહું કેમેરા ફકત ટ્રાફિક પોલીસ જ લોકો પાસેથી દંડ ઉઘરાવવા ઉપયોગ માટે કરવામાં આવતો હોય. આકરા દંડથી બચવા વાહન ચાલકો પોતાના વાહનમાં અન્યત્ર વાહનોની નંબર પ્લેટ અથવા વાહન નંબર સાથે ચેડા કરીને દંડથી બચવા અથવા ગુન્હો કરીને નાશી જવા ઉપયોગ કરે છે. જેથી તેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો આવી મોંઘવારીમાં ડામ ભોગવવો પડે છે. તંત્રની બેદરકારીના કારણે અમારી ટૂંકી આવક આર્થિક તથા માનસિક હાલત કફોડી થઈ જાય છે.
સુખાકારી તથા સલામતી માટે કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. નિર્દોષ લાખો વાહન ચાલકોને ખોટી રીતે દંડના મેમામાંથી મુક્તિ મળી શકે તેવી મુખ્યમંત્રી રૂપાણી, હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ, રાજ્યના પોલીસવડા અને રાજકોટ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.