શિક્ષકદિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ભાવિ સમાજના ઘડતરમાં શિક્ષણવિદો ની ભૂમિકા વિષય પર રાજ્યક્ષાનો વેબીનાર યોજાય ગયો.જેમાં રાજ્યના શિક્ષણમંત્રી મા. ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યના શિક્ષણ સચિવ અંજુ શર્મા, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર અને સાગર યુનિવર્સિટી મદયપ્રદેશના વર્તમાન ચાન્સેલર ડો.બળવંત ભાઈ જાની અને ભાવનગર યુનિવર્સિટી ના ભૂતપૂર્વ કુલપતિ અને જાણીતા સમાજષશાસ્ત્રી ડો.વિદ્યુતભાઈ જોષી વગેરે એ સૌનું માર્ગદર્શન આપેલ હતું.
આ કાર્યક્રમ ના ભાગરૂપે કોરોના મહામારીના આ કપરા કાળમાં હવે શું? ઉચ્ચ શિક્ષણ ની દિશા કઈ તરફ?કેવી રીતે? જેવી મૂંઝવણ ભરી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા એકસૂત્રતા જળવાય રહે તે માટે માઈક્રોસોફ્ટ ટીમનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.
કણસાગરા કોલેજ દ્વારા આ પ્લેટફોર્મને સમજવા માટે સઘન ત્રણ દિવસનો વર્કશોપ યોજાયો હતો.
કણસાગરા કોલેજના પ્રાદયાપકો દ્વારા માઈક્રો સોફ્ટ ટીમથી વિદ્યાર્થીઓને સજ્જ બનાવવા માટે વિવિધ િીંજ્ઞિંશિફહત બનાવવામાં આવ્યા. લોકડાઉનમાં પણ અઘ્યપકોએ કોલેજ પર આવીને વિષયના વીડિયો, પી.પી.ટી. બનાવ્યા.વિદ્યાર્થીઓ ને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બીસીએ વિભાગના અધ્યાપકોએ હેલ્પલાઇન બનાવી સૌને સમયે- કસમયે જરૂરી માર્ગદર્શન પરું પાડ્યું.કોલેજના નિયમિત ટાઇમટેબલને ચાલુ રાખી સમયપત્રક મુજબ જ વર્ગશિક્ષણ થયું અને એસાઇમેન્ટ્સ આપવામાં આવ્યા.વિદ્યાર્થીઓ ની રોજિંદી હાજરી અને થયેલા શિક્ષણકાર્યનો રેકર્ડ રાખવામાં આવ્યો. એટલું જ નહિ, વ્યાપક દ્રષ્ટિ દાખવી કોલેજે પોતાની ઞ િીંબય ચેનલ શરૂ કરી, અદયાપકોના લેકચર્સ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો, સૌ માટે સુલભ કર્યા. સૌથી અગત્યની વિશેષતા પ્રિ.ડો.કાલરીયા ના મતે એ રહી કે કોલેજમાં થતી રોજિંદી પ્રાર્થના,રાષ્ટ્ગીત,વિદ્યાર્થીઓ ના વક્તવ્ય રાબેતા મુજબ જ ૭.૪૫ ના ટકોરે રોજ ઓનલાઇન થયા.
આ વિશેષતાઓ ની નોંધ લઈ રાજ્ય સરકારે રાજ્યની શ્રેષ્ઠ પાંચ કોલેજોમાં કણસાગરા કોલેજની જાહેરાત કરી.યુનિવર્સિટી ના વાઇસચાન્સલર ડો. નિતીન પેથાણી,પ્રો. વાઇસ ચાન્સેલર ડો.વિજય દેસાણી સહિત શિક્ષણજગતમાંથી મળતા અભિનંદન ના પ્રતિભાવમાં પ્રિ.ડો. રાજેશ કાલરીયા જણાવે છે કે “સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કોલેજના સૌ અધ્યાપકો અને એડમીન સ્ટાફે આ બાબતને જટિલ કે આવી પડેલ જવાબદારી સમજવાને બદલે વિદ્યાર્થીઓ ને ઉપયોગી થવા કંઈક નવું,વિશેષ કરી છૂટવાના અને નવું શીખવાના અભિગમ સાથે હોંશે હોંશે આ કામ કર્યું તેની આ આડ ઉપલબ્ધી છે.
આ તકે પ્રિન્સિપાલ કાલરીયાએ મેનેજિંગ ટ્રસ્ટી કિરણ પટેલ, બીજલ દામાણી અને યુનિવર્સિટી ના ડો.મહેશ જીવાણી પ્રત્યે તેમના તરફથી મળેલ ટેક્નિકલ માર્ગદર્શન માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.