હાઈબોન્ડ કંપની પાસેથી ખરીદ કરેલી સિમેન્ટની રકમ ચુકવવા આપેલો ચેક પરત ફર્યો ’તો
જામનગરના કમલેશ રૂડાભાઈ ચુડાસમા સામે રૂા.૩.૧૨ લાખના ચેક રીટર્ન થતા હાઈ-બોન્ડ સિમેન્ટ (ઈન્ડિયા) પ્રા.લિ. દ્વારા રાજકોટ કોર્ટમાં ફરિયાદ થતા અદાલતે આરોપી સામે પ્રોસેસ ઈશ્યુનો હુકમ કરેલ. જામનગર સ્થિત કમલેશભાઈ રૂડાભાઈ ચુડાસમાને કાલાવડ પોલીસ સ્ટેશનના બાંધકામ અંગેનો કોન્ટ્રાકટ મળતા હાઈબોન્ડ સિમેન્ટ કંપની પાસેથી સિમેન્ટ ખરીદ કરી હતી. રકમ ચુકવવા ચેક આપેલો જે કંપનીએ પોતાની બેંક એકાઉન્ટમાં ચેક વટાવવા નાખતા એકસીડ અરેન્જમેન્ટના શેરા સાથે ચેક પરત ફરેલો ત્યારબાદ ફરિયાદી કંપનીએ લીગલ નોટીસ આપેલી હોવા છતાં ચેક મુજબની લેણી રકમ ચુકવેલી નહીં કે તેને નોટીસનો જવાબ આપેલો નહીં. કંપનીએ આરોપી વિરુઘ્ધ રાજકોટની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરેલ જેને ધ્યાને લઈ કોર્ટે આરોપી કમલેશભાઈ ચુડાસમા વિરુઘ્ધ પ્રોસેસ ઈશ્યુ કયુર્ં છે. ફરિયાદી હાઈ-બોન્ડ સિમેન્ટ (ઈન્ડિયા પ્રા.લિ.) વતી રાજકોટના ધારાશાસ્ત્રી રાકેશભાઈ દોશી, ગૌતમ એમ.ગાંધી તથા વૈભવ કુંડલીયા રોકાયેલ છે.