પૂ.મહોદય દ્વારા ૧૩૦ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દિક્ષા અપાઇ પુષ્ટિમાર્ગની આરાધનાના ધમધમતા તીર્થધામમાં વ્રજદર્શનની આબેહુબ ઝાંખી થશે
જગતના લોકોના આત્મકલ્યાણ માટે પુષ્ટિમાર્ગની ભેટ આપનાર વિશ્ર્વ જગદગુરુ મદ્ વલ્લભચાર્યજીના વંશજ, સનાતન ધર્મના જ્ઞાની વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણા અને મંગળ સંકલ્પથી તેમની અવિરત ઉપસ્થિતિમાં રાજકોટની અલૌકીક વીવાયઓ નાથધામ હવેલીમાં બિરાજતા સાક્ષાત વ્રજની અનુભુતિ કરાવતા સર્વને ભાવાત્મક ઝાંખી કરાવતા ગોવર્ધનનાથજી, જતીપુરા, વ્રજમાંથી સાક્ષાત શિલાજી સ્વરૂપે પધારેલા ગિરીરાજજી, તેમજ દ્વારિકાધીશજી, બાલકૃષ્ણલાલજી, યમુનાજી અને મહાપ્રભુજી બિરાજે છે. એ સૌરાષ્ટ્રનું અહોભાગ્ય છે.
વ્રજભુમીના સાક્ષાથ દિવ્ય સ્વરૂપોની અહીં પ્રેરક અને દર્શનીય પધરામણીને ધ્યાનમા લઇને ભાદરવી પુનમ તા.૨ સપ્ટેમ્બરના રોજ સાંજે શયન દર્શનમા પૂ. વ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં પરિક્રમાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી (બાન લેબ્સ) કૃષ્ણ સંસકાર વર્લ્ડના મહામંત્રી જગદીશભાઇ કોટડીયા (ફાલ્કન ગ્રૃપ) વીવાયઓ શ્રી નાથધામ હવેલી મહામંત્રી રાકેશભાઇ દેસાઇ તેમજ હેમંતભાઇ પટેલ (ઓસ્કાર ગૃપ) હિતેષભાઇ ગોંઢા, વીવાયઓ રાજકોટ જિલ્લા પ્રમુખ જયેશભાઇ વાછાણી વીવાયઓ રાજકોટ શહેર પ્રમુખ મિતુલભાઇ ધોળકીયા, જયેશભાઇ કોટડીયા તેમજ વલ્લભ યુથ ઓર્ગોનાઇઝેશન, કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ તેમજ શ્રીનાથધામ હવેલી પરિવાર તથા અનેક પદાધિકારીઓ, ભાવિકજનો અને વૈષ્ણવો પરિવાર સાથે પરિક્રમામા જોડાઇને લાભ લીધેલ. સૌરાષ્ટ્રના વૈષ્ણવોનું અહોભાગ્યા છે કે હવે રાજકોટમાં ગિરીરાજજીની પુજીત પરિક્રમા અને પુજનનો લાભ મળહે. અહીં જ દિવ્ય વ્રજદર્શનનું લાખો લોકોને પુણ્ય પ્રાપ્ત થશે. અખીલ સમાજની યુવા અને ઉગતી પેઢીની જાગૃતિ માટે સ્થાપીત વૈશ્ર્વિક સંસ્થા ‘વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન’ના તત્વાધાનમાં કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રથમ ચરણ વીવાયઓ શ્રીનાથધામ હવેલીથી રાજકોટ પુષ્ટિમાગસ્થી આરાધનું ધમધમતુ તિર્થધામ બન્યુ છે. રાજકોટમા જ વ્રજદર્શનની આબેહુલ ઝાંખી થશે.
સદીઓ થી હજારો આસ્તીકો વૈષ્ણવો જતીપુરા ગિરીરાજજી પ્રભુની પરિક્રમા, પુજા અને માનતા પુરી કરવા જાય છે. તેઓને હવે સૌરાષ્ટ્રમા જ આ અનુષ્ઠાનો નું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વલ્લભકુળના પવિક્ષ કરકમળથી રાજકોટની નાથધામ હવેલમા શિલા સ્વરૂપે જતીપુરાથી અહીં ગિરીરાજજી, પધારવામાં આવ્યા છે. અહી ભગવદ સ્વરૂપે બિરાજતા સ્વરૂપોની પરિક્રમા કરવાનો લાભ મળ્યો છે.
વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ પરિક્રમા સહિતના કાર્યક્રમો વર્તમાન કોરોના વાયરસ સંદર્ભે સરકારના પ્રોટોકોલને ધ્યાનમા લઇને કરવામાં આવ્યા હતા. પૂ. વ્રજરાજકુમારજી મહોદય દ્વારા ૧૩૦ ઉપરાંત વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દિક્ષા આપવામાં આવી હતી. અને અનેક વૈષ્ણવોના ઠાકોરજી પૂ. એ પુષ્ટ કર્યા હતા.