ગીર સોમનાથ જિલ્લાના સામાજિક એકતા જાગૃતિ મિશનના ઉપાધ્યક્ષ તરીકે રામજીભાઈ ચાવડાની નિમણુક કરવામાં આવી છે. સામાજિક એકતા અને જાગૃતિ મિશન ભારતીય બંધારણ તેમજ સર્વ સમાજ ને સાથે રાખી કાયદાની મર્યાદામાં રહી વૈચારિક ક્રાંતિને લક્ષમાં રાખી કામ કરનારૂ મિશન છે.હાલ આઠ રાજ્યોમાં નેટવર્ક ધરાવે છે.અને ગામડા થી માંડી તાલુકા તેમજ જિલ્લા સ્તરે પોતાની પાંખો ધરાવે છે તેમજ ગરીબ પછાત અને અત્યાચારનો ભોગ બનનાર લોકો નો અવાજ કોઇ આવારા તત્વો દબાવતા હોય ત્યારે તેમની વેદનાને વાચા આપી તેમને ન્યાય મળે તેવા પ્રયાસો કરે છે. આ મિશનના ગીર સોમનાથ જિલ્લા ઉપાધ્યક્ષ નું પદ ખાલી હોય જેથી મિશન ના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ તેમજ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી એડવોકેટ કે.એચ.રાઠોડ તેમજ મિશનના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા રામજીભાઇ ચાવડાને મિશનની કામગીરી કરવા જણાવતા ગરીબ અને પછાત લોકોને ન્યાય આપતા આ મિશનમાં કોઈ હોદ્દા ની અપેક્ષા રાખ્યા વગર હૃદય પૂર્વક રાજીપો બતાવેલ જેથી તેઓને જવાબદારીના ભાગ સ્વરૂપે ગીર સોમનાથ જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે કોડીનાર મુકામે જિલ્લા અધ્યક્ષ આશિયાના બેન રફાઈ તેમજ સૌરાષ્ટ્ર પ્રભારી અને તેની ટીમ દ્વાર શ્રી ચાવડાને નિમણૂક પત્ર આપી વધાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રામજીભાઇ ચાવડા પોતે પત્રકારત્વના વ્યવસાય સાથે લાંબા સમયથી સંકળાયેલા હોય અને હાલ રવિરાજ ન્યુઝ સાપ્તાહિક અખબારના તંત્રી હોય તેમજ પીઢ અને કાયદાના જાણકાર હોઈ જેથી ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર મિશનના કાર્યકરોમાં નવું જોમ પુરાયુ હોઈ તેવું જોવા મળેલ હતું. કાર્યક્રમ વેળાએ ઉપાધ્યક્ષ તરીકે નીમાતા પોતાના પદની ગરિમા જાળવતા તેમના વક્તવ્યમાં પણ જણાવેલ કે ગીર સોમનાથ જિલ્લામાં તમામ તાલુકાઓમાં મિશનના પ્રમુખો નિમવાની કામગીરી સંપૂર્ણપણે પૂરી કરી તાલુકે તાલુકે કચેરીઓ ખોલવામાં આવશે તેમજ જે કોઈ લોકોના કામ મિશન દ્વારા થશે તે લોકોનું વિનંતીપત્ર લઈ.અને કાયદાની મર્યાદામાં સત્ય વાત હશે તેને જ લક્ષ આપવામાં આવશે.અંતે એમ પણ જણાવ્યું હતું કે સમગ્ર મિશન એક પરિવારના નાતે જોડાઈ અને સત્ય ના રાહ પર ચાલી લોકોની સફળતામાં તેમજ મિશનની સફળતામાં જ પોતાનું સુખ સમાયેલ છે તેવુ માનશે.
Trending
- યૌન શોષણ કેસના મુખ્ય સાક્ષીના હત્યાના આરોપીને કર્ણાટકથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ
- “મેં તો થક ગઈ ભૈસાબ” : ફિકર નોટ વાળનો ખોડો નહીં કરે ક્યારેય પરેશાન!
- ગળા કાપતી પતંગની દોરીઓનો વપરાશ અટકાવવા જાગૃતતા રેલી
- ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રથમ વન-ડે જીતવા 239 રનનો લક્ષ્યાંક
- કોર્પોરેશનના ‘પોષણ ઉડાન’માં પુડલા-ઢોકળા જેવી ઘરેલુ વાનગીઓની મહેક
- અમદાવાદ : 8 વર્ષની બાળકીને સ્કૂલની સીડી ચઢતા હાર્ટ એટેકનો હુમલો આવતા મો*ત
- સુરત: રેલવે સ્ટેશન પર મુસાફરો વિફર્યા
- મહિલા સહિત બે વકીલ પર હુમલો : ધારાશાસ્ત્રીઓ લાલઘુમ