મગફળી ખરીદી મુદ્દે પુરવઠા નિગમના એમ.ડી. અને ચેરમેનના વિવાદ વચ્ચે ગુજકોમાસોલના ચેરમેને મગફળી ખરીદવા તૈયારી દર્શાવી:નિર્ણય લેવા સાંજે કૃષિમંત્રી સાથે બેઠક
છેલ્લા કેટલાક વર્ષોથી અની નાગરિક પુરવઠા નિગમ મગફળીની ખરીદી કરે છે. ત્યારે આ વર્ષ મગફળી ખરીદી મુદ્દે પુરવઠા નિગમના એમ.ડી. અને ચેરમેન વચ્ચે વિવાદ સર્જાતા ગુજકોમાસોલે મગફળી ખરીદવાની તૈયારી દર્શાવી છે. પુરવઠા નિગમમાં વિવાદ સર્જાતા મગફળી ખરીદીના નિર્ણય માટે આજ રોજ સાંજે કૃષીમંત્રીએ બેઠક પણ બોલાવી છે.
અની નાગરિક પુરવઠા નિયમના એમ.ડી. તુષાર ધોળકીયાએ કૃષી નિયામકને પત્ર લખી આ વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીમાથી મુક્તિ આપવા માંગણી કરી હતી. ત્યારે આ માંગણી સામે નિગમના ચેરેમને રાજેશ પાઠકે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ગયા વર્ષે મગફળસ ખરીદી પેટે રૂ.૫૧ કરોડ જેટલુ કમિશન મળ્યાનુ કહીને આ વર્ષે પણ પુરવઠા નિગમ જ મગફળીની ખરીદી કરશે તેવો સુર વ્યક્ત કર્યો હતો.
આ રીતે પુરવઠા નિયમના એમ.ડી. અને ચેરમેન વચ્ચે વિવાદ સર્જાતા અંતે કૃષીમંત્રીએ આજરોજ સાંજે બેઠક બોલવવી પડી છે. આ બેઠકમાં જ યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
ગુજરાત સરકારે છેલ્લા થોડા વર્ષોથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું કામ અની નાગરિક પુરવઠા નિયમને સોંપ્યુ છે ત્યારે આ વર્ષે નિગમના કર્મચારીઓ વહીવટી તંત્ર પહેલેથી જ કોવિડ-૧૯ની કામગીરીમાં વ્યસ્ત હોય અને સ્ટાફ ઓછો હોય તેમજ કામનુ ભારણ વધારે હોય જેથી નિગમને ટેકાના ભાવે મગફળી ખરીદવા જૂના કામમાંથી મુક્તિ આપવામાં આવે તે અંગે એમ.ડી. એ રજૂઆત કરી હતી. આ રજૂઆતનો ચેરમેન વિરોધ નોંધાવી મગફળી નિગમ જ ખરીદશે તેમ જણાવ્યુ હતું.
પુરવઠા નિગમના એમ.ડી. અને ચેરમેન વચ્ચે વિવાદ સર્જાતા ગુજકોમાસોલના ચેરેમેન દિલીપ સંઘાણીએ મગફળી ખરીદવાની તૈયારી દર્શાવી છે. દિલીપ સંઘાણીના જણાવ્યા મુજબ જો સરકાર મંજુરી આપશે તો મગફળી ખરીદવા ગુજકોમાસોલ તૈયાર છે અગાઉ પણ ગુજકોમાઓલે ચણાની ટેકાની ભાવે ખરીદી કરી હતી.
ગુજકોમાસોલનો સ્ટાફ વધુ હોય ત્યારે સરકારે મગફળીની ખરીદી આ વિભાગને સોંપી દેવી જોઇએ તેમ નિગમના કર્મચારીઓ માથી જાણવા મળ્યુ છે.
મગફળી ખરીદવાના વિવાદ વચ્ચે યોગ્ય નિર્ણય લાવવા આજરોજ સાંજે કૃષિમંત્રી અધિકારીઓ પદાધિકારીઓની બેઠક પણ બોલાવી છે. બેઠક બાદ યોગ્ય નિર્ણય થશે.
આજ સાંજે કૃષિમંત્રીની બેઠક પૂર્ણ થયા બાદ આ વર્ષે મગફળીની ખરીદી કોના દ્વારા કરવામાં આવશે તેનો નિર્ણય લેવાશે એક બાજુ પુરવઠા નિગમનો સ્ટાફ ઓછો હોય તેમજ આ વિભાગ પાસે કામનું ભારણ પણ વધુ પડતું હોય ત્યારે ગુજકોમારસલ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવે તેવું જણાય રહ્યું છે.