૧૩૦ કરોડથી વધુ ગ્રાહકોની વિવિધલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરવા રિલાયન્સની દૂરંદેશી: મોબાઈલ અને બ્રોડબેન્ડ ઈન્ટરનેટનું માળખુ ૫૦ કરોડથી વધુ લોકોને ગણતરીના દિવસોમાં જ આવરી લેશે: ૧.૫ કરોડ નાના વ્યવસાયકારોને પણ જોડી દેવાશે
રિલાયન્સના મુકેશ અંબાણીની દુરંદેશીમાંથી અનેક ઉદ્યોગકારોને શીખવા જેવું છે. થોડા વર્ષો પહેલા જીયો શરૂ કર્યા બાદ કંપની ખોટમાં જશે તેવી ધારણાઓ વચ્ચે હવે જીયો પ્રગતિ કરવા લાગી છે. ધોમ કમાણી કર્યા બાદ રિલાયન્સે રિટેલ ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું છે. ત્યારે હવે ભવિષ્યમાં રિલાયન્સ શિક્ષણ, આરોગ્ય અને એગ્રીકલ્ચરમાં ટેકનોલોજીનો સહારો લઈ વિકાસની હરણફાળ ભરશે તેવું ફલીત થઈ રહ્યું છે.
છેલ્લા ચાર વર્ષમાં રિલાયન્સ જીયોના માધ્યમથી રિલાયન્સે દરેક ક્ષેત્ર ઉપર ડિજીટલ લેયર તૈયાર કર્યું છે. જેના માધ્યમથી રિલાયન્સ હવે કોઈપણ ક્ષેત્રમાં આધિપત્ય જમાવવા સજ્જ છે. કૃષિ સેકટરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી ખેડૂતોને માલ ઓનલાઈન વેંચી શકાશે. શિક્ષણ ક્ષેત્રે પણ રિલાયન્સ અવનવી ટેકનોલોજી લાવવા તત્પર છે. માસ પ્રોડકશન અને આગોતરા બુકિંગ સહિતના પાસાઓથી ખેતીને મજબૂત કરી શકાશે. કોન્ટ્રાકટ પદ્ધતિ પણ રિલાયન્સના કારણે જ વધુ ચલણમાં આવશે.
જીયો માર્ટનો વ્યાપ વધારવા તબક્કાવાર પગલ
જીયો પાસે વર્ષે ૨૦૨૦ના અંત સુધીમાં ૩૮૮ મિલિયન ગ્રાહકો પાસે રિલાયન્સે વોટસએપ સાથે કરાર કરીને સ્થાનિક કરિયાણાની દુકાનોમાંથી ઘર વપરાશની ચીજો ગ્રાહકો સુધી પહોંચાડવાનું આયોજન કર્યું છે. એેમેઝોન, અલીબાબા અને ટેન્સેન્ટની જેમ આઈઆઈએલ પણ પોતાના શેર હોલ્ડરોનું મુલ્ય વધારીને તેના ગ્રાહકોને ખુબ જ લાભ અપાવશે. રિલાયન્સ પોતાનું નેટવર્ક અને સેવા પોતાના વપરાશકારોને તમામ પાયાની જરૂરીયાતો અને ટેલિકોમ ક્ષેત્રની તમામ સેવાઓ આપી એક પૂર્ણ પ્રકારની કંપની બનીને અન્ય સેવાઓ આપવા પણ મહત્વકાંક્ષા ધરાવે છે.
રિલાયન્સ દરેક ક્ષેત્રમાં વ્યાપારને ગ્રાહકલક્ષી બનાવવા તત્પર
મનોરંજન પીરસવાની ઓફરથી રિલાયન્સ પોતાની તમામ ઉણપ દુર કરવામાં સફળ થશે. જીયો માત્ર નેટવર્ક જ નહીં પરંતુ તે પોતાના ગ્રાહકોને અન્ય વસ્તુઓ વેચીને પણ લાભ મેળવશે. રિલાયન્સ હવે જાહેરાત ટેકનોલોજી, આરોગ્ય ટેકનોલોજી અને કૃષિ સંલગ્ન સેવાઓ ઉપર પણ પુરતુ ધ્યાન આપી રહી છે. અમે માનીએ છીએ કે ભારતનો વિકાસ કરવા માટે યુવા વસ્તીને સાથે જોડવી જોઈએ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સુંદર બજાર વ્યવસ્થા અને આકર્ષક સેવા માટે પોતાનું નેટવર્ક પ્રસ્થાપિત કરીને પોતાની ક્ષમતાની સાથે સાથે પોતાનો વ્યાપાર ધંધો વધુને વધુ ગ્રાહકલક્ષી બનાવવા માંગે છે. રિલાયન્સનું આ વલણ ગ્લોસરી, ઘરેલુ ચીજવસ્તુઓ, ઈલેકટ્રોનિક વસ્તુઓ વિશાળ ફલક ઉપર વેચવામાં સફળ થઈ રહ્યું છે. કિરાણા સાથેના કામથી રિલાયન્સે બિઝનેસ વ્યાપાર વધારવામાં સફળતા મેળવી હોવાનું જણાવ્યું હતું. રિલાયન્સે રિટેઈલ જીયો પ્લેટફોર્મના ઉપયોગ કરીને બજારનો મોટાભાગનો હિસ્સો સર કરવા આગળ ધપી રહ્યું છે ત્યારે પોતાની પેઢીમાં રોકાણકારો સાથે વ્યાપાર કરીને રિલાયન્સ અઢળક કમાણી કરી રહ્યું છે. આરઆઈએલ જીયોના તમામ ૧૩ ભાગીદારો, ફેસબુક, ગુગલમાં રોકાણ કરીને તેના સ્થાનિક છુટક એકમોને વધુ સઘ્ધર અને મજબુત બનાવવામાં સફળ રહ્યું છે.
જીયો પ્લેટફોર્મ થકી ચાર વર્ષમાં વ્યાપાર જગતના ત્રીજા હિસ્સો હસ્તગત થશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઉભા કરેલા જીઈઓ પ્લેટફોર્મના રૂપમાં ડિજિટલ દુનિયામાં હવે વ્યકિતગત રીતે વિસ્તૃત નેટવર્ક અને છુટક બજાર ઉપર રિલાયન્સે ધ્યાન કેન્દ્રિત કરીને આગામી ચાર વર્ષમાં દેશના વ્યાપાર જગતનો ત્રીજો હિસ્સો સર કરી દેશમાં નવા કિર્તીમાન સ્થાપવા જઈ રહ્યું હોવાનું અને રોકાણમાં વિશાળકાય ઉપલબ્ધી મેળવવા પ્રતિબંધ હોવાનું બીઓએફએ સિકયુરીટીએ જણાવ્યું હતું. રિલાયન્સ ઈન્ડિયા લી.ની નજર હવે તમામ પ્રકારના મોબાઈલ વપરાશકારો ડિજિટલ રૂટ પ્રિન્ટના માધ્યમથી ડિજિટલ જાહેર ખબરો, આઈપીએલ, કેબીસી જેવા કાર્યક્રમોમાંથી મોટાપાયે નાણા કમાવવાનું આયોજન કરી રહી છે. આગામી ૩ થી ૫ વર્ષના રિલાયન્સ ઈન્ડિયા પ્રા.લિ. સંભવિત રીતે ૫૦૦ મિલિયન મોબાઈલ વપરાશકારો ધરાવતું ૨૦ થી ૨૫ ઘરેલુ વપરાશકારોને બ્રોડબેન્ડ સુવિધા આપવા તૈયારી કરી રહ્યું છે અને ૧૨ થી ૧૫ મિલિયન નાના વ્યવસાયકારોને છેલ્લા ચાર વર્ષમાં જીયોના માધ્યમ આઈઆઈએલએ પોતાની આગવી ડિજિટલ દુનિયાનું સર્જન કર્યું છે અને રિટેલ વ્યાપારનું નેટવર્ક, ઈલેકટ્રોનિક ગ્લોસરી ક્ષેત્રે વિસ્તારોને ભારતના વિકાસ સાથે કદમ મિલાવીને ચાલી રહ્યું છે. અમારું માનવું છે કે આગામી ચાર વર્ષમાં આરઆઈએલનું લક્ષ ત્રીજા ભાગનું બજાર સર કરવાનું અને વિવિધ ક્ષેત્રમાં રોકાણ કરવાનું રહેશે તેમ એક શેર દલાલે જણાવ્યું હતું.