નિતીન ગડકરી દ્વારા લોકસભામાં ધ્યાન દોરી ત્વરીત સમારકામની જરૂરિયાત જણાવી
દેશના વિવિધ વિવિધ વિભાગોમાં આવેલા ૧૦૦ જેટલા બ્રીજ ખખડધજ હાલતમાં હોય ગમે ત્યારે તુટી પડવાનું જોખમ છે. માટે ત્વરીત અસરથી સમારકામ કરવું જ‚રી છે. આ માહિતી કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરીએ ગઈકાલે લોકસભામાં જણાવી હતી. આ બાબત ત્યારે પ્રકાશમાં આવી જયારે ગઈકાલે લોકસભા દરમ્યાન માર્ગ-વાહન વ્યવહાર મંત્રી દ્વારા હાઈવે સેફટી હેઠલ ૧.૬ લાખ બ્રીજ સલામત હોવાનું તેમજ હજુ સમગ્ર દેશમાં આવેલા ૧૦૦થી વધુ બ્રીજ સલામત નથી. આ ૧૦૦ જેટલા બ્રીજ ગમે ત્યારે તુટી પડશે અને તેના માટે ત્વરીત સમારકામની જ‚ર છે. નિતીન ગડકરીએ આ બાબતનું ધ્યાન પ્રશ્ર્નોના કલાકમાં પુછી હતી.
મંત્રાલય દ્વારા ગત વર્ષે બ્રીજ અને તેની સલામતી માટેના કાર્યો કરવા માટે અંદાજ કાઢવાનું કાર્ય શ‚ કર્યું હતું. ગડકરી દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, ખખડધજ બ્રીજના કારણે મહારાષ્ટ્રના રાઈગઢ જિલ્લામાં ગત વર્ષે ૨૬ વ્યક્તિઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જયારે બે બસો અને કેટલાક ખાનગી વાહનો બ્રીજ પર સાવિત્રી નદી પરથી પસાર થતા હતા. આ ઘટના ૨ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ઘટી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ૩.૮૫ લાખ કરોડના રોડ પ્રોજેકટ કેટલાક કારણોસર ગત સમયમાં મોડા પડયા છે. ત્યારે આ મુદ્દ્રાને ધ્યાને લઈ તે બાબતે ખાસ પગલા ભરવાની તાતી જ‚રિયાત છે. માર્ગ-વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા ૫૦ કિ.મી.ના રાષ્ટ્રીય માર્ગોની બાજુ મુસાફરો અને ટ્રકો માટે હાઈ-વે પર વધારો કરવામાં આવે તે માટે કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત રસ્તાની બાજુઓ પર વાહનોના પાર્કિંગ, ફુડકોર્ટ, રેસ્ટ‚મ, જાહેરાત માટેના કિયોસ્ક લગાડવાની કામગીરી દ્વારા બેરોજગારોને રોજગારી આપવાનું કાર્ય થઈ રહ્યું છે.