દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા દીવ નાના-મોટા તમામ વેપારીઓ ના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા. દીવ જિલ્લા કલેકટર સલોની રાય ના માર્ગદર્શન હેઠળ દિવસ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ ના રોકથામ માટે એક નવું પગલું ભરવામાં આવ્યું છે જે અંતર્ગત દિવ સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા દીવની મેઈન માર્કેટ ના તમામ વેપારીઓ ના કોરોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર પ્રશાસન ના માર્ગદર્શન હેઠળ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા દીવ ના બધા જ નાના મોટા વેપારીઓ નો કોરોના ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે આમ કરવાનો મુખ્ય હેતુ એ છે કે આ વેપારીઓ ઘણા લોકોના સંપર્કમાં આવતા હોય છે ટેસ્ટ કરવાથી જો કોઈ પોઝિટિવ વ્યક્તિ હશે તો તેની જાણ વહેલાસર થતાં કોરોનાને ફેલાતા અટકાવી શકાશે. હાઈ અત્યાર સુધીની પરિસ્થિતિ મુજબ ભારતમાં સૌથી ઓછા કેસ દીવમાં નોંધાયા છે અને અહીંનો રિકવરી રેટ પણ ખૂબ જ સારો છે જેથી હવે દીકુ કોરોના મુક્ત થઈ શકે તે માટે દીવ પ્રશાસન અને દિવસથી વિભાગ દ્વારા અનેક સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.