સમગ્ર ગુજરાતમાં કોરોના નો કહેર વર્તી રહ્યો છે ત્યારે રાજકોટ શહેર કોરોના દર્દીઓને પ્લાઝમા બ્લડની સખત જરૂરિયાત ઉભી થઇ છે.
રાજકોટની એક ખાનગી હોસ્પિટલ માં બી પોઝિટિવ પ્લાઝમાની અરજન્ટ જરૂર પડી ત્યારે આ પ્રવુતિમાં છેલ્લા ૧૦ દિવસથી સક્રિય કાર્ય કરી રહેલા સામાજિક અગ્રણી મુકેશ દોશી, ઉપેન મોદીએ તુરત પ્લાઝમા રક્તદાતા શોધવાના પ્રયાસો ગતિમાન કર્યા અને રોટરી કલબના ડિસ્ટ્રીકટ ઝોન કોરડીનેટર મિહિર મોદીને વાત કરતા તેને તેના રોટરી કલબના સભ્ય અને મિત્ર કે જેને કોરોના વાયરસથી નેગેટિવ થઈ ડિસ્ચાર્જ થયેલ રાજકોટના જાણીતા શિક્ષણવિદ જતીનભાઈ ભરાડના પુત્ર અને રોટરી કલબ ગ્રેટરના સભ્ય ભરાડ સ્કૂલના સંચાલક પ્રિયાન્ક ભરાડનો સંપર્ક કરતા તેઓએ તુરત બ્લડ બેન્ક જઈ પોતાનું પ્લાઝમા બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યુ.