થેલેસેમિયા ગ્રસ્ત રાજકોટ તથા આજુબાજુના ગામ વસતા બાળકો દરેક બ્લડ બેન્કમાં ધકકા ખાય રહ્યા છે. તથા ગંભીર માંદગી વાળા દર્દીઓ લોહી ન મળવા અને મોડું મળવાને કારણે યાતના ભોગવી રહ્યા છે. ત્યારે આ બાબત ધ્યાનમાં આવતા રાજકોટ સામાજિક અને જૈન અગ્રણી ઉપેનભાઇ મોદીના પ્રયાસોથી સત્યમ પાર્ક, સાધુવાસવાની રોડ ઉપર માનવતા પ્રેમી સ્નેહલબેન નીતિનભાઇ ગૌડા ના સહકારથી એક રકતદાન કેમ્પ યોજવામાં આવેલ.
જેમાં બે કલાકમાં વીસ રકતદાતાઓ એ ૮૦૦૦ સી.સી. પોતાના રકતનું અમૂલ્ય દાન કરેલ. જેના કારણે ૧૦ વધુ થલેસેમિયા ગ્રસ્ત બાળકોને તુરત બ્લડ મળે તેવી વ્યવસ્થા આયોજકે કરી હતી. આ કાર્યમાં થેલેસેમીયા ગ્રસ્ત બાળક પૂજા અને કેવિનના માતા પિતા મીનાબેન અને ભાવિનભાઇ મહેતા સુંદર વ્યવસ્થા ગોઠવેલ. સિવિલ બ્લડ બેન્કના ડો. વૈશાલીબેન, ડો જય ત્રિવેદી, વિપુલ પંજવાણી તથા રિધ્ધિનો ખુબ જ સરસ સહકાર મળેલ હતો.