શૌચાલયમાં રહેવાની મહિલાની મજબૂરી
પતિના મોત બાદ ઘર પણ પડી ગયું ને રહેવા શૌચાલય જ ઘર !
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ નાના ગામોમાં પણ શૌચાલય બંધાવવામાં આવ્યા છે. અને લોકો માટે આશીર્વાદપ સાબિત થઈ રહ્યા છે. પણ ૭૫ વર્ષની એક વૃધ્ધા માટે તો આ અભિયાન હેઠળ બનાવવામાં આવેલુ એક શૌચાલય જ તેનું રહેઠાણ બન્યું છે.
ઝારખંડના કોડરમાના ડોમચાંવ વિસ્તારમાં એક વૃધ્ધાએ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બનેલા શૌચાલય અને જ પોતાનું રહેઠાણ બનાવી દીધું છે.
ઝારખંડની રાજધાની રાંચીથી ૧૬૫ કિમી દૂર કોડરમા જિલ્લો આવેલો છે. જયાં છેલ્લા બે વર્ષથી મહિલા શૌચાલયમાં રહે છે.જેની કોઈ સારસંભાળ લેનાર કે દુ:ખ દર્દ કરનાર કોઈ નથી જો કે આ અંગે તંત્રને જાણ થતા કલેકટર રમેશ ધોલુપે મહિલાને સરકારી યોજનામાં જોડીને રહેઠાણની વ્યવસ્થા કરવાનું કહ્યું છે.
દુખિયા દેવી નામની આ ૭૫ વર્ષિય વૃધ્ધાના જીવનમાંથી દુ:ખદૂર થવાનું નામ લેતું નથી બે વર્ષ પહેલા તેના પતિનું અવસાન થતા વિધવા બની હતી બાદમાં ચોમાસામાં ભારે વરસાદમાં તેનુ મકાન પડી ગયું અને આશરો છીનવાઈ ગયો તેણીએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત બનેલા ત્રણ બાય ચાર ફૂટના શૌચાલયમાં રહેવાનું શ કર્યૂં તમે કલ્પના કરી શકો છો કે આટલી સાંકડી જગ્યામાં રાંધવું કેમ જમવું કેમ? આરામ કેમ કરવો? કલ્પના કરતા જ કંપારી છૂટી જાય.
ડોમચાંવ વિભાગમાં બંગાલખાર પંચાયતના તુરીયા ટોલી વિસ્તારમાં રહેનારી આ વૃધ્ધાના રહેઠાણ શૌચાલયમાં ચોમાસાની ઋતુમાં પાણી ઘુસી જાય છે. વૃધ્ધાની આ મુશ્કેલી અંગે પંચાયતના સરપંચે વિષ્ણીદેવી પણ વાકેફ છે. પણ છેલ્લા બે વર્ષથી પંચાયત કે સરકારી તંત્રે સર્વે કર્યાથી આગળ વધીને આ વૃધ્ધાનું દુ:ખ કરવા કાંઈ જ કર્યું નથી. જોકે હવે આ અંગે અખબારી અહેવાલના પગલે કલેકટરે તપાસના આદેશ આપ્યા છે. એટલે કંઈક થશે.