કિશાન પરા ચોકથી જિલ્લા પંચાયત ચોક તરફ છ છ ફૂટના અંતરે રચાશે માનવ સાંકળ
ભારતમાં પણ લોકડાઉનની શરૂઆતે સરકારી તંત્ર અને પોલીસ દ્વારા કરોડો લોકોને રોડ પર હડધુત કરાયા અને ડંડે-ડંડે ઢોર માર પણ મારવામાં આવ્યા, જેના પરિણામે આખા દેશમાંથી મજૂરોએ પોતપોતાના ઘરે પહોંચવા માટે પગપાળા જ પલાયન કરીને સેંકડો કીલોમીટરનો માર્ગ ભૂખ્યા અને તરસ્યા જ કાપવો પડેલ. દેશ અને રાજયનું સરકારી તંત્ર કોરાના કૌભાંડ ને જાળવી રાખવા માટે સતત ડર ફેલાવવાના તમામ તીકડમો અજમાવી રહેલ છે. આજે આ કૌભાંડ વિશ્ર્વભરમાં ખુલ્યું પડી ગયેલ છે ત્યારે નાગરિક સમાજ દ્વારા તેનો પ્રતિકાર થવો સ્વાભાવીક જ છે ત્યારે અશોકભાઇ પટેલ, જી.બી.પરમાર, પ્રવીણભાઇ લાખાણી, ધીરૂભાઇ ગઢવી, મહેશભાઇ મહિપાલ, હંસરાજભાઇ નુકમ, મગનભાઇ ડરાણીયા, અનીતાબેન સોની, અશોકભાઇ બુટાણી, સરલાબેન પાટડીયા, અમીતકાંતા પટેલ, રૂખસાનાબેન સુમરા ‘સવિનય કાનૂનભંગ’ નો કાર્યક્રમ કિસાનપરા ચોકથી શરૂ લઇને જીલ્લા પંચાયત ચોક તરફ આગળ વધતા જઇને છ છ ફૂટના અંતરે માસ્ક પહેર્યા વગર જ ઉભા રહીને માનવસાંકળ રચાનાર છે.
આ માનવસાંકળ સ્વયંભૂ જ રચાશે. દરેક નાગરિકો બંધારણ દ્વારા મળેલ મુળભૂત અધિકારોમાંથી કલમ નં.૧૯ મુજબના વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારને ભોગવવા માટે વ્યક્તિ ગત જવાબદારીએ તથા આવી પડનારા તમામ પરિણામોને અહીંસર માર્ગે ભોગવી લેવાની માનસીક તૈયારી સાથે જ સ્થળ પર પહોંચીને માસ્ક પહેર્યા વગર જ માનવસાંકળ રચશે. તેમ અશોકભાઇ પટેલની યાદીમાં જણાવ્યું છે.