ઇ-મેમોના દંડની રકમ ઘટાડવા આજરોજ સમાજ સેવા કેન્દ્ર દ્વારા રાજકોટ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાતના સરકારના આઇ-વે પ્રોજેકટ હેઠળ પોલીસ દ્વારા ગુનાઓ ડામવા માટે રાજકોટ શહેરમાં લગાવવામાં આવેલા સીસી ટીવી કેમેરામાંથી મોટા ગુનેગારો છટકી જઇ રહ્યા છ અને ગુનાખોરી વધી ગઇ છે. તેનીસામે જોવાને બદલે સામાન્ય નાગરીકોને હેલ્મેટ, પીયુસી, માસ્ક વગેરેના ગુનેગાર બનાવીને પોલીસ દ્વારા તેઓને હેરાન કરાઇ રહ્યા છે જે ખરેખર ભારે અન્યાયકારી છે.
આજે લોકડાઉનના કારણે લગભગ તમામ ધંધા રોજગાર બંધ છે લોકોની આવક બંધ છે આ કારણે માત્ર કામ પુરતા જ નાગરીકો પોતાના વાહનો બહાર કાઢે છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં સરકાર દ્વારા લોકોને સારા રોડ રસ્તા કે કોરોના જેવી મહામારીથી નાગરીકોને બચાવવા સારી તબીબી સુવિધાઓ આપવાને બદલે સરકાર દ્વારા પોલીસને દંડ એઠકો કરવા માટેના વિરાટ ટાગેટ અપાઇ રહ્યા છે શુઁ આ સરકારને સંવેદનશીલ સરકાર કહેવાય?
હું હેલ્મેટ, પીયુસી વગેરેના નિયમોનું પાલન કરનાર નાગરીક જયારે રોડ પરના ખાડા ભૂવાને કારણે ઘાયલ થાય કે મૃત્યુ પામે ત્યારે સરકાર તે રોડ બનાવનાર કોન્ટ્રાકટરને જેલ ભેગો કરીને મૃતકના વારસને વળતર આપશે? એવા સવાલ સાથે સરકાર પહેલા જવાબદાર બને અને પછી નાગરીકોને જવાબદારી શીખવે અને ઇ-મેમોનો દંડ ઘટાડે તેમ આવેદન પત્રના અંતે જણાવાયું છે.