ખોખળદળ પાસે રેસ્ક્યુ ઓપરેશન કરી પુરમાં તણાયેલા પ્રૌઢનો બચાવ કર્યો
ભારે વરસાદના કારણે નદીઓમાં પુરની સ્થતી સર્જાયેલી હોય ત્યારે પુર જોવા માટે લોકો એકઠા ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેર ભરની પોલીસે પેટ્રોલીગ કરી તકેદારી રાખવા સૂચના આપી હતી. જે અંતર્ગત આજીડેમ પોલીસ મથકના પી.આઈ વી.જે ચાવડા અને પી.એસ.આઈ એમ.એમ .ઝાલા સહિતના સ્ટાફ વરસતા વરસાદમાં પેટ્રોલીગ હાથ ધર્યું હતું.જે દરમિયાન ખોખળદળ થી પડવલા જતા નદી અને કોઝ વે આવેલા હોય, જેમાં શ્રમિકો નહાવા પડેલા હોય તેઓને બહાર નીકળીજવા સૂચનો આપ્યા હતા
જ્યારે કોઝવે પરથી પાણીના પ્રવાહમાં બાઈક સાથે એક વ્યક્તિ તણાઈ ગયો હતો અને પુરમાં ફસાયો હતો. ત્યારે આજીડેમના સ્ટાફ દ્વારા સરકારી વાહન મારફતે રેસ્ક્યુ હાથ ધરી તણાયેલા વ્યકિતને પોલીસ જવાનોએ જાનના જોખમે બહાર કાઢી જીવ બચાવ્યો હતો. જે તણાયેલ વ્યક્તિ ખોખળદળ ગામનો દિપક ભીખા વાળા હોવાનું અને સંતાનમાં બે બાળકો છે. આજીડેમ પોલોસ દ્વારા દીપકભાઈનો જીવ બચાવી ઉત્કૃષ્ટ કામગીરીથી શહેર પોલીસ ગૌરવની લાગણી અનુભવે છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આજીડેમ પોલીસ મથકના પી.આઈ વી.જે ચાવડા અને પી.એસ.આઈ એમ.એમ .ઝાલા તથા દ્રાઈવર કિશોર ગોકલભાઈની કામગીરીને બિરદાવી પ્રોત્સાહિત કરવા રૂ. ૧૦ ૦૦૦ નું ઇનમાં જાહેર કરી પ્રશ્નાશ પત્ર આપવામાં આવ્યું છે.