ઉકાળા વિતરણનો પ્રારંભ ‘રાજનીતિ કી પાઠશાલા’ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મહેશ રાજપૂતે કરાવ્યો
આજે શિક્ષકદિનના શુભ દિવસથી જનતાના આરોગ્યના હિતમાં પરાબજાર વિસ્તારથી વિનામુલ્યે ઉકાળા વિતરણનો પ્રારંભ રાજનીતિ કી પાઠશાલાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મહેશભાઈ રાજપૂતે કરાવ્યો છે તેમજ હાલ દેશ અને વિદેશમાં ભરડો લેનાર કોરોના મહામારીનો કહેર વરસી રહ્યો છે ત્યારે કોવીડ-૧૯ની ગંભીર પરિસ્થિતિઓમાં દેશમાં મૃત્યુઆંક વધી રહ્યો છે અને આ મહામારી થી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને જનતાના આરોગ્યના હિતમાં રાજનીતિ કી પાઠશાલા દ્વારા જાહેર આરોગ્યના હિતાર્થે વિનામુલ્યે ઉકાળા વિતરણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.તેમ રાજનીતિ કી પાઠશાલાના ગુજરાત પ્રમુખ ડો.કીર્તિબેન અગ્રાવતે જણાવ્યુ હતું.
જનતાના આરોગ્યના હિતમાં વિનામુલ્યે ઉકાળા વિતરણ રથ રવાના કર્યો છે અને રાજનીતિ કી પાઠશાલાના રાજકોટ શહેર પ્રમુખ મૌલેશભાઈ મકવાણા, ઓલ ઇન્ડિયા મહામંત્રી ભાવનાબેન પારેખ, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ ભાર્ગવ પઢિયાર અને રાજકોટ શહેરની ટીમ દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવેલ છે ત્યારે વિનામુલ્યે ઉકાળા વિતરણમાં પાર્થ બગડા , શુભમ જીત્યા, મેહુલ જીત્યા, કૈલાશ સરીખડા, કમલેશ સોલંકી, ભરત પાડલીયા, અક્ષય મકવાણા અમિતભાઈ પરમાર સહિત રાજકોટ રાજનીતિ કી પાઠશાલાની ટીમ દ્વારા વિનામુલ્યે ઉકાળા વિતરણ કાર્ય રાજકોટ શહેરના દરેક વોર્ડમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે તેવું સૌરાષ્ટ્ર ઝોન પ્રવક્તા વિરલ ભટ્ટે જણાવ્યું છે.