ગુજકેટનું પરિણામ જાહેર
પૂરક પરીક્ષાની માર્કશીટ સાથે આગામી દિવસોમાં ગુજકેટની માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે
ગુજરાતમાં લેવાયેલી ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. GSEB વેબસાઇટ પર પરિણામ મુકવામાં આવ્યું છે. જ્યારે માર્કશીટ માટે તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામા આવશે. રાજ્યમાં ૧ લાખ ૬ હજાર ૧૬૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.વિદ્યાર્થીઓ પરિણામ www.gseb.org પરથી જોઇ શકશે. જો કે હાલ માર્કશીટનું વિતરણ કરવામાં આવશે નહીં. રાજ્યમાં ૧.૦૬ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં ગ્રુપ અ માં ૪૦૧ વિદ્યાર્થીઓએ ૯૯ પરસેન્ટાઇલથી વધુ રેન્ક મેળવ્યો છે. જ્યારે ગ્રૂ્પ ઇ માં ૬૫૫ વિદ્યાર્થીઓએ ૯૯ પરસેન્ટાઇલ માર્ક્સ મેળવ્યાં છે. જ્યારે ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને ૮૦ પરસેન્ટાઇલથી વધુ રેન્ક મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના ૩૪ જિલ્લા મથક કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ૬૨૧ બિલ્ડિંગમાં, ૬૪૩૧ પરીક્ષાખંડમાં ગુજકેટની પરીક્ષા યોજાઇ હતી. પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સની સાથે ZIG-ZAG પ્રકારે લેવામાં આવી હતી.
આ વર્ષે કોરોના કાળમાં ૫ મહિના મોડી પરીક્ષા લેવાઈ હતી. સામાન્ય રીતે માર્ચ મહિનામાં જ ગુજકેટની પરીક્ષા લેવાઈ જતી હોય છે. જોકે, હાલ વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ નહિ કરવામાં આવે. પૂરક પરીક્ષાની માર્કશીટ સાથે આગામી દિવસમાં ગુજકેટની માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.