જામકલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે ખરેખર વાળ જ ચિભળા ગળી ગઇ તેવો બનાવ બનવા પામ્યો છે આ બનાવ પર પ્રકાશ પાળીએ તો જામ કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામ ના પાટિયા પર સરકાર દ્વારા આવા ગમન કરતા લોકોના વિશ્રામ હેતુ માટે દરેક ગામમાં સરકારી ગ્રાન્ટ માંથી ફાળવેલ બસ સ્ટેન્ડ બનાવેલ હોય છે. તેવું જ બસ સ્ટેન્ડ પાનેલી ગામ ના પાટિયા પર પણ આવેલ હતું પરંતુ સરપંચ તેમજ તેના મળતીયાઓ દ્વારા આ બસ સ્ટેન્ડ ને સરકાર શ્રી ની કોઈ મંજૂરી લીધા વગર ઘરની ધોરાજી ચલાવી તેને પાળી ત્યાં દુકાનો બનાવી દીધી છે જે અંગેની પાનેલી ગામના જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચકક્ષા એ લેખિત ફરિયાદ કરેલ હતી
તે ફરિયાદ ને પગલે આજ રોજ તાપસ અર્થે તાલુકા વિકાસ અધિકારી સહિત ના અધિકારીઓ તાપસ અર્થે બનાવ સ્થળે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ
જોવાનું એ રહ્યું કે તંત્ર માત્ર તાપસ નું ડીંડક માત્ર દેખાવ પૂરતું જ કરી રહી છે કે કોઈ અસરકારક પગલાં લેવામા આવશે