નિંભર તંત્રને જગાડવા અનોખો પ્રયાસ
લોધીકાથી ગોંડલ રોડને જોડતો લોધીકા- રીબડા વચ્ચેનો ડામર રોડ વરસાદમાં સંપૂર્ણ ઘોવાણ ગયો હોય ત્યારે આજે લોધીકા તાલુકા કોંગ્રેસ સમીતીએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ મયુરઘ્વજસિંહ જાડેજાની આગેવાનીમાં લોધીકા રીબડી રોડ પર સાંગણવા ગામ પાસે રોડ પર પડેલા મસમોટા ખાડામાં વૃક્ષો વાવી વિરોધ કર્યો હતો જેથી કરીને નીંભર તંત્રની આંખ ખુલે અને ત્વરીત ખાડા બુરાવે જેથી કરીને લોધીકા તાલુકાના રહેવાસીઓના હાડકા સલામત રહે, તથા અકસ્માતમાં લોકોને જીવ ગુમાવવાનો વારો ન આવે.
રોડ પર વૃક્ષો વાવીને વિરોધ નોંેધાવવાના કાર્યક્રમમાં લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરઘ્વજસિંહ જાડેજા, પ્રદેશ ડેલીગેટ સુરેશભાઇ બથવાર, પ્રદેશ મંત્રી ડી.પી. મકવાણા, જીલ્લા પંચાયત સદસ્યો, મેઘજીભાઇ સાકરીયા, સવજીભાઇ પરમાર, તાલુકા પંચાયતના સદસ્યો સંજયભાઇ સોજીત્રા, ગોવિંદભાઇ પરમાર, રસીકભાઇ ભુત, શૈલેષભાઇ નંદાસીયા, અજીતદાન ગઢવી, મહેન્દ્રસિંહ જાડેજા, કમલેશભાઇ ખાપરા (સરપંચ દેવડા), રાજભા જાડેજા (સરપંચ-પારડી) ધીરુભાઇ પાંભર, ભીખાભાઇ સાગઠીયા (ખીરસરા) મનસુખભાઇ વેકરીયા (માખાવડ) ડાયાભાઇ ઘેટીયા (કોઠા પીપળીયા) શીવાભાઇ પીપરીયા (મોટાવડા), મહેશભાઇ પટેલ (ચાંદલી) રાજુભાઇ સાગઠીયા, નરસીભાઇ પાંભર, સંદીપભાઇ કથીરીયા, સહીતના આગેવાનો જોડાયા હતા. અને સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.