જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને મતદાન મથકોનું પુનર્ગઠન કરવા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લામાં મતદાન મથકોનું પુનર્ગઠન કરવા અંગે ૯૦-સોમનાથ, ૯૧-તાલાળા, ૯૨ કોડીનાર અને ૯૩-ઉના વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારીઓ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરને પ્રાથમિક દરખાસ્ત અન્વયે રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે વિગતવાર મતદાન મથકોના પુનર્ગઠન વિશે ચર્ચા કરવામાં આવી હતી અને રાજકીય પક્ષો તરફથી મતદાન મથક સબંધિત સલાહ-સુચનોને આવકારવામાં આવ્યા હતા. તેમજ રાજકીય પક્ષોને મતદારો વધુને વધુ ઓનલાઇન એનવીએસપી અને વોટર હેલ્પ લાઈનનો ઉપયોગ કરી મતદારયાદીમાં સુધારો વધારો કરવા જણાવવામાં આવ્યું હતું.
Trending
- સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખોનું આવતા સપ્તાહે એલાન?
- શું અદાણી ગ્રુપના શેર વધુ ઘટશે? ઈન્ટરનેશનલ એજન્સીએ આપ્યો ખરાબ રિપોર્ટ, આ શેરોને ભારે નુકસાનનો ડર
- જનકલ્યાણ અને લોકસેવાએ સરકારનો ધ્યેય મંત્ર છે: મુખ્યમંત્રી
- ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવની ખરીદી શરૂ
- Jamnagar : ખાતરની અછતના પગલે નાયબ ખેતી નિયામકે આપ્યું માર્ગદર્શન
- વાંકાનેર : બસોની સફાઈ માટે ઓટોમેટિક એ.ટી.એસ. મશીનનો પ્રારંભ
- રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા CM પટેલ
- અમદાવાદમાં મેફેડ્રોન અને હથિયારો સાથે કુખ્યાત ગુનેગારની ધરપકડ