સમાજની બહેનોને પગભર બનાવવાનું પ્રથમ લક્ષ્ય: હર્ષાબા
નવનિયુકત હોદેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાષ્ટ્રીય રાજપુત કરણી સેના ક્ષત્રિયાણી પાંખની રચના તાજેતરમાં કરવામાં આવી છે. આ સંગઠનમાં રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે હર્ષાબા સિધ્ધરાજસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. આ વરણીથી હર્ષાબા જાડેજાને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. આ વરણી થતા નવનિયુકત મહિલા હોદેદારો હર્ષાબા જાડેજા, પ્રવિણબા જાડેજા, પ્રફૂલ્લભાઈ પરમાર, ગીતાબા જાડેજા, કુસુમબા જાડેજા, જયાબા ગોહિલ વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
‘અબતક’ની મુલાકાત દરમ્યાન હર્ષાબા જાડેજાએ જણાવ્યું હતુ કે અમારા મહિલા સંગઠનની રચના કરવામાં આવી છે. ત્યારે અમે વધુમાં વધુ સમાજની બહેનોને જોડી બહેનોને પ્રથમ પગભર કરવા પ્રયાસ કરીશું અમારા સમાજની બહેનોને પહેલા તો ઘરથી બહાર કાઢી વિવિધ ક્ષેત્રે આગળ વધારીશું. સમગ્ર રાજકોટ જિલ્લાની જવાબદારી જયારે મને સોંપવામાં આવી છે. ત્યારે હું તમામ તાલુકા મથકે મોટુ સંગઠન બનાવી વધુમાં વધુ બહેનોને જોડીશ. અમારા સમાજ ઉપરાંત અન્ય સમાજની બહેનો આગળ આવે તે માટે પણ અમારૂ સંગઠન કાર્ય કરશે. આગામી દિવસોમાં બહેનો માટઠે અમે સીવણ કલાસ ચાલુ કરીશું આ ઉપરાંત સરકારી યોજનાઓ વધુમાં વધુ મહિલાઓ સુધી પહોચાડી તેનો લાભ અપાવીશું સમાજને એકત્ર કરી સમુહ લગ્ન જેવા કાર્યક્રમો યોજવાનું હોદેદારો બહેનોએ જણાવ્યું હતુ.