ભારતીય સેનાને ૭.૭૦ લાખ એ.કે. ૪૭ જરૂર: જેમાંથી ૧ લાખ આયાત કરાશે બાકીની ભારતમાં જ બનશે
ભારત અને રશિયાએ એ.કે.૪૭/૨૦૩ રાયફલનો ભારતમાં જ ઉત્પાદન શરૂ કરવા અંગેનું કરાર કર્યું હોવાનો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની મુલાકાત દરમિયાન કયુર્ંં હોવાનું સતાવાર રીતે રયિના સમાચાર માધ્યમોએ પ્રસિધ્ધ કરેલા અહેવાલમાં જણાવાયું હતુ એ.કે. ૪૭/૨૦૩ રાયફલ એકે -૪૭ની જૂની આવૃત્તિનું અધ્યતન અને એડવાન્સ વર્ઝન માનવામાં આવે છે. જે ભારતમાં નાના હળવા હથીયારો આઈએનએસએસ, ૫.૫૬+૪૫ એસોલ્ટ રાયફલનું સ્થાન લેશે.
ભારતીય સેનાને અત્યાર ૭ લાખ ૭૦ હજાર એકે ૪૭ ૨૦૩ રાયફળની જરૂરીયાત છે. જેમાંથી એકલાખની આયાત થશે જયારે બાકીની રાયફલોનું ભારતમાં જ ઉત્પાદન કરવામાં આવશે. રશિયાની સરકાર સંચાલીત સમાચાર સંસ્થા સ્યુટાનિક ન્યુઝ એજન્સીમાં કહેવામાં આવ્યું છે કે સંરત્રક્ષણ મંત્રાલયે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બંને પક્ષોએ ભારતમાં જ ભારત રૂશ સંયુકત સાહસ જેવા એકે ૨૦૩ એસો. રાયફલનું ભારતમાં જ ઉત્પાદન કરવાનો નિર્ણયને આવકાર આપ્યો છે.
રશિયાના સંરક્ષણ ઉદ્યોગે ભારતનાં મેકીંગ ઈન્ડીયા પરિ યોજનાને વધુ સાકાર સક્ષમ અને ફળદાયી બનાવવા માટે ખૂબજ સકારાત્મક વલણ અખ્તીયાર કર્યો છે.
જનરલ સોયગુએ આ કરાર અંગે રશિયાનો પક્ષ સ્પષ્ટ કરતા જણાવ્યું હતુ કે અમારૂ વલણ મેકિંગ ઈન્ડીયાના પરિ યોજનાને સફળ બનાવવાનો છે. આ રાયફલ બંદૂકનું ઉત્પાદન ભારતમાં ઈન્ડોએશિયા રાયફળ પ્રાઈવેટ લિમિયેડ આઈઆરપીપીએલ સંયુકત સાહસ ઓલ્ડેએન્સ ફેકટરી બોલ્ડ અને રેઝોબોકો નેફુસ્ટ પોલ રશિયાની સરંજામ નિકાસ કરતી કંપનીઓમાં સંયુકત ઉપક્રમે થઈ રહ્યું છે.
અહેવાલમાં જણાવાયું છે કે ૭.૬૨-૩૯ એમએમ રશિયન હથિયારનું નિર્માણ કોરવા ઓડનેન્સ ફેકટણી ઉતર પ્રદેશમાં કરવામાં આવશે જેનું ઉદઘાટન ગયા વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હાથે કરવામાં આવ્યું હતુ. ભારતમાં નિર્માણ પામનારી એકે ૪૭/૨૦૩ રાયફલનો નિર્માણ ખર્ચ સાથેની કિંમત લગભગ ૧૦૦ અમેરિકન ડોલર જેવા તકનીકી અને વિનીમય ખર્ચને સામેલ કરીને થશે તેમ એક અહેવાલમાં જણાવાયું હતુ.
એન્સાસ કે જે ૧૯૯૬ થી કેટલાક મુદાઓ પર કામ કરી રહ્યું છે જેમકે, હિમાલયના ક્ષેત્રમાં મેગેઝીન અને દારૂ ગોળો પહોચાડવા જેવી પ્રક્રિયા સંભાળી રહ્યું છે તેમ અહેવાલ જણાવાય રહ્યું છે. ભારત અને રશિયા વચ્ચે ઘર આંગણે ભારતમાં એકે ૪૭ ૨૦૩ રાયફલનો ઉત્પાદનનો કરાર અંતે ફાઈનલ કરવામાં આવ્યો છે.